મહાભારતમાં પિતૃપક્ષનો ઉલ્લેખ:પિતૃઓનું ભોજન અગ્નિમાં કેમ ચઢાવવામાં આવે છે? સર્વપિતૃ અમાસના દિવસે શું કરવું જોઈએ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પિતૃઓ માટે ધૂપ-ધ્યાન, પિંડદાન અને તર્પણ કરવાનું મહાપર્વ પિતૃપક્ષ શરૂ થઈ ગયું છે. પિતૃ પક્ષ 25 સપ્ટેમ્બર સુધી રહેશે. ભાદરવા મહિનાના વદ પક્ષમાં પિતૃઓ માટે શુભ કામ કરવાની પરંપરા ખૂબ જ પ્રાચીન સમયથી ચાલી રહી છે. મહાભારતમાં પણ શ્રાદ્ધનો ઉલ્લેખ છે. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આ પક્ષ અંગે નિયમ અને જરૂરી વાતો જણાવી હતી.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિરના સંવાદ છે. આ વાતચીતમાં ભીષ્મએ યુધિષ્ઠિરને શ્રાદ્ધ કર્મ કરવા અંગે પણ જણાવ્યું છે.

મહર્ષિ નિમિ સાથે જોડાયેલી છે શ્રાદ્ધની પરંપરા
મહાભારતમાં અનુશાસન પર્વના અધ્યાય 91માં મહર્ષિ નિમિની કથા છે. બ્રહ્માજી દ્વારા અત્રિ મુનિની ઉત્પત્તિ થઈ. અત્રિ મુનિએ ત્યાં દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો. દત્તાત્રેયને ત્યાં નિમિ ઋષિનો જન્મ થયો.

નિમિ ઋષિનો એક પુત્ર શ્રીમાન હતો. શ્રીમાનનું મૃત્યુ ઓછી વયે થઈ ગયું હતું. નિમિ ઋષિ પોતાના પુત્રના વિયોગમાં દુઃખી હતાં. એકવાર નિમિ ઋષિએ અમાસ તિથિએ પુત્ર માટે શ્રાદ્ધ કર્મ કર્યું હતું. તેમણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. પિંડદાન કર્યું હતું. તે પછી જ શ્રાદ્ધ કરવાની પરંપરા શરૂ થઈ ગઈ.

મહાભારતમાં બ્રહ્મા, પુલસ્ત્ય, વસિષ્ઠ, પુલહ, અંગિરા, ક્રતુ અને મહર્ષિ કશ્યપ આ સાત મુખ્ય પિતૃ દેવતા જણાવવામાં આવ્યા છે.

પિતૃઓ માટે એક વાસણમાં કાચું દૂધ, કશ, જળ, ફૂલ લેવાં. જમણાં હાથના અંગૂઠા તરફથી પિતૃઓનું ધ્યાન કરીને જળ ચઢાવવું
પિતૃઓ માટે એક વાસણમાં કાચું દૂધ, કશ, જળ, ફૂલ લેવાં. જમણાં હાથના અંગૂઠા તરફથી પિતૃઓનું ધ્યાન કરીને જળ ચઢાવવું

શ્રાદ્ધ કર્મ કરવાથી આપણને મૃત વ્યક્તિના જવાનું દુઃખ કરવાની શક્તિ મળે છે. દુઃખ ઓછું થાય છે. મનમાં એવો ભાવ રહે છે કે આપણે આપણાં પ્રિય વ્યક્તિ માટે કઇંક સારું કામ કર્યું છે.

પિતૃઓનું ભોજન અગ્નિમાં કેમ ચઢાવવામાં આવે છે?
પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરતી સમયે ભોજન સળગતા છાણા ઉપર જ ચઢાવવામાં આવે છે. આ અંગે મહાભારતમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે શ્રાદ્ધ કર્મ થવા લાગ્યું ત્યારે પિતૃ દેવતાઓને ભોજન પચાવવામાં તકલીફ પડતી હતી. ત્યારે તેઓ બ્રહ્માજી પાસે પહોંચ્યાં. બ્રહ્માજીએ પિતૃઓની વાત સાંભળી અને તેમને અગ્નિ દેવ પાસે મોકલી દીધાં.

અગ્નિદેવે પિતૃઓને કહ્યું કે હવેથી હું પણ તમારી સાથે શ્રાદ્ધનું ભોજન કરીશ. મારી સાથે તમે ભોજન કરશો તો તમારી બધી જ તકલીફ દૂર થઈ જશે. ત્યારથી પણ ધૂપ-ધ્યાન સમયે સળગતા છાણામાં ભોજન ચઢાવવામાં આવે છે.

કોઈ વ્યક્તિના મૃત્યુની તિથિ જાણતા ન હોઇએ ત્યારે શું કરવું જોઈએ?
જો કોઈ વ્યક્તિના મૃત્યુની તિથિ જાણ ન હોય તો સર્વપિતૃ મોક્ષ અમાસ (25 સપ્ટેમ્બર)ના રોજ બધા જ પિતૃઓનું નામ લઈને ધૂપ-ધ્યાન, પિંડદાન વગેરે શુભ કામ કરી શકાય છે. પિતૃઓ માટે એક વાસણમાં કાચું દૂધ, કશ, જળ, ફૂલ લેવાં. જમણાં હાથના અંગૂઠા તરફથી પિતૃઓનું ધ્યાન કરીને જળ ચઢાવવું.

અન્ય સમાચારો પણ છે...