• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Pitru Paksha 2022: Pitru Paksha From September 10 To 25: Easy Method To Perform Shradh At Home, Know When, Where And Who Can Do Shradh

આજથી પિતૃપક્ષ:ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કર્મ કરી શકાય છે, પિતૃઓના સત્કાર માટે શ્રાદ્ધમાં ખીર-પૂરી અને ચોખા દ્વારા પિંડ બનાવવામાં આવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાસ્ત્રોમાં 4 પ્રકારની વ્યવસ્થા, 1 દિવસથી લઈને આખા વર્ષ માટે શ્રાદ્ધ કરી શકાય છે
  • 12 પ્રકારનાં શ્રાદ્ધ હોય છે, માંગલિક કાર્યો કરતાં પહેલાં નાંદી શ્રાદ્ધ, કામના પૂર્તિ માટે કામ્ય શ્રાદ્ધ કરવામાં આવે છે

આજથી, એટલે કે 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષ રહેશે. આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. ધર્મગ્રંથોમાં યાત્રાર્થ શ્રાદ્ધ એટલે તીર્થ સ્થાનમાં જઈને શ્રાદ્ધના મહત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે.

શ્રાદ્ધમાં જરૂરી સામગ્રી
શ્રાદ્ધમાં તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન, આ ત્રણ ખાસ હોય છે. પૂજાપાઠની બધી જ જરૂરી સામગ્રી સિવાય તર્પણ માટે સાફ વાસણ, જવ, તલ, ચોખા, કુશા ઘાસ, દૂધ અને પાણીની જરૂરિયાત હોય છે. પિંડદાન માટે તર્પણમાં બનાવવામાં આવતી વસ્તુઓ સાથે જ ચોખા અને અડદનો લોટ પણ જરૂરી હોય છે. ત્યાં જ બ્રાહ્મણ ભોજન માટે લસણ-ડુંગળી અને ઓછા તેલમાં સાત્ત્વિક ભોજન બનાવવું જોઈએ, જેમાં હવિષ્ય અન્ન એટલે ચોખા હોવા જોઈએ, એટલે શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવામાં આવે છે.

ગયાના તીર્થ પુરોહિત પં. અમિત રંજન ત્રિપાઠી, પુરીના ડો. ગણેશ મિશ્ર અને બનારસના પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, આ વિધિ ઘરે જ કરવામાં આવતા શ્રાદ્ધનું પૂર્ણ ફળ મળે છે, પરંતુ શ્રાદ્ધ એકાંતમાં કરવામાં આવવું જોઈએ.
ગયાના તીર્થ પુરોહિત પં. અમિત રંજન ત્રિપાઠી, પુરીના ડો. ગણેશ મિશ્ર અને બનારસના પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, આ વિધિ ઘરે જ કરવામાં આવતા શ્રાદ્ધનું પૂર્ણ ફળ મળે છે, પરંતુ શ્રાદ્ધ એકાંતમાં કરવામાં આવવું જોઈએ.

1થી લઈને 365 દિવસ શ્રાદ્ધની વ્યવસ્થા
પિતૃઓની પૂજા માટે શાસ્ત્રોમાં વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે. એમાં 1 દિવસથી લઈને આખા વર્ષ એટલે 365 દિવસ સુધી શ્રાદ્ધની વ્યવસ્થા છે. જે રોજ શ્રાદ્ધ કરે છે તેમના માટે નિત્ય શ્રાદ્ધનું વિધાન છે, પરંતુ સમય ન હોવાને કારણે રોજ ન કરી શકો તો વર્ષની 12 અમાસ, 12 સંક્રાંતિ, 16 દિવસના પિતૃ પક્ષ સહિત વર્ષમાં 96 દિવસ જણાવવામાં આવ્યા છે, જેમાં શ્રાદ્ધ કરવામાં આવી શકે છે. આ દિવસોમાં શ્રાદ્ધ ન થઈ શકે તો પિતૃપક્ષના 16 દિવસમાં કરી શકો છો. સંપૂર્ણ 16 દિવસ પણ ન હોય તો માત્ર એક દિવસ એટલે સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળી જાય છે.

શ્રાદ્ધ સાથે જોડાયેલા સવાલો

1. શ્રાદ્ધમાં ખીર-પૂરી કેમ ખવડાવવામાં આવે છે?
પિતૃપક્ષમાં પકવેલું અનાજ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ખીરને પાયસ અન્ય માનવામાં આવે છે. પાયસને પ્રથમ ભોગ માને છે. એમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે. ધાન એટલે ચોખા એવું અનાજ છે, જે જૂના થવાથી પણ ખરાબ થતા નથી. જેટલા જૂના હોય છે એટલા જ સારા માનવામાં આવે છે. ચોખાના આ ગુણને કારણે એને જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારોમાં સામેલ કરવામાં આવે છે.

એટલે પિતૃઓને ખીરનો ભોગ ધરાવાય છે. એક કારણ લોકમાન્યતા પણ છે. ભારતીય સમાજમાં ખીર-પૂરી મોટા ભાગે વિશેષ તિથિ-તહેવાર પર બનતું પકવાન છે. પિતૃપક્ષ પણ પિતૃઓનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પિતૃઓ આપણા ઘરે પધારે છે, એટલે તેમના સત્કાર માટે ખીર-પૂરી બનાવવામાં આવે છે.

એનું એક વ્યાવહારિક કારણ પણ છે. પ્રાચીન સમયમાં શ્રાવણના મહિનાને ઉપવાસનો મહિનો માનવામાં આવતો હતો. અનેક લોકો એક મહિના સુધી ઉપવાસ કરતા હતા, જેથી તેમને શારીરિક નબળાઇ આવી જતી હતી. ભાદરવા મહિનામાં શ્રાદ્ધમાં ખીર-પૂરીનું ભોજન તેમને શક્તિ આપી શકે એટલે પણ આ પરંપરાની શરૂઆત થઈ ગઈ.

2. પિંડદાન માટે પિંડ ચોખાથી જ કેમ બનાવવામાં આવે છે?
માત્ર ચોખા નહીં, પિંડ અનેક પ્રકારે બનાવવામાં આવે છે. જવ, કાળા તલથી પણ પિંડ બનાવી શકાય છે. ચોખાના પિંડને પાયસ અન્ન માનવામાં આવે છે. આ જ પ્રથમ ભોગ હોય છે. જો ચોખા ન હોય તો દવના લોટના પિંડ બનાવી શકાય છે. જો એ પણ ન હોય તો કેળાં અને કાળા તલથી પિંડ બનાવીને પિતૃઓને અર્પણ કરી શકાય છે. ચોખાને અક્ષત કહેવામાં આવે છે એટલે જે ખંડિત ન હોય. ચોખા ક્યારેય ખરાબ થતા નથી. તેમના ગુણ ક્યારેય સમાપ્ત થતા નથી. ચોખા ઠંડી તાસીરવાળું ભોજન છે. પિતૃઓને શાંતિ મળે અને લાંબા સમય સુધી તેઓ આ પિંડથી સંતુષ્ટિ મેળવી શકે, એટલે પિંડ ચોખાના લોટથી બનાવવામાં આવે છે.

3. કાગડા, ગાય અને કૂતરાને ભોજન કેમ?
બધા જ પિતૃઓનો વાસ પિતૃલોક અને થોડા સમય માટે યમલોકમાં પણ રહે છે. પિતૃપક્ષમાં યમબલિ અને શ્વાનબલિ આપવાનું ​​​​​​ વિધાન છે. યમબલિ કાગડાને અને શ્વાનબલિ કૂતરાને ભોજન સ્વરૂપે આપવામાં આવે છે. કાગડાને યમરાજનો સંદેશાવાહક માનવામાં આવે છે. યમરાજ પાસે બે શ્વાન એટલે કૂતરા છે. એને જ કારણે કૂતરા અને કાગડાને ભોજન આપવામાં આવે છે. ગાયમાં બધા દેવી-દેવતાઓનો વાસ છે, જેને કારણે ગાયને પણ ભોજન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...