20 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ:સોમવારે પૂનમ અને 6 ઓક્ટોબરે સર્વપિતૃ શ્રાદ્ધ રહેશે, તિથિની વધ-ઘટ છતાંય પિતૃઓની પૂજા માટે 16 દિવસ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 થી 6 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ અને 7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે

આ વર્ષે પિતૃપક્ષની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થઇ રહી છે જે 6 ઓક્ટોબર સુધી રહેશે. આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધમાં શુભ અને માંગલિક કામ પણ કરી શકાય છે. થોડાં લોકોના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન શુભ કામ કરી શકાતા નથી, પરંતુ કોઇ ગ્રંથમાં એવો ઉલ્લેખ મળી આવતો નથી. આ વર્ષે તિથિઓની વધ-ઘટ હોવા છતાં પિતૃઓની પૂજા માટે 16 દિવસ મળી રહ્યાં છે. પિતૃપક્ષ પૂર્ણ થતાં જ બીજા દિવસથી જ એટલે 7 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઇ જશે.

અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયાના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ભાવ અર્પણ કરવો એટલે શ્રાદ્ધ. આ સામાન્ય સમજણ કહી શકાય, કેમ કે પિતૃ વાયુ સ્વરૂપ એટલે અદૃશ્ય અવસ્થા એટલે શરીર વગર હોય છે તમે શ્રદ્ધા પૂર્વક તેમનું પ્રિય ભોજન કે ખીર અર્પણ કરો ત્યારે તે વસ્તુની સુગંધ અને તમારા ભાવથી સંતુષ્ટ થાય છે તમારા વિનય અને આદરથી પ્રસન્ન થઈ તમને આશીર્વાદ આપે છે અને તમારું જીવન સુખી થાય છે, શાસ્ત્રમાં નિત્ય, નૈમેતિક, કામ્ય આ ત્રણ પ્રકાર છે, યમ સ્મૃતિમાં પાંચ જેમાં નિત્ય, નૈમેતિક, કામ્ય, વૃદ્ધિશ્રાદ્ધ, પાવર્ણ છે, ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારના શ્રાદ્ધનું વર્ણન છે.પ્રતિદિન કરવામાં આવતાં શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહે છે, અમાવસ્યા તિથિ કે પર્વ પર શ્રાદ્ધને પાવર્ણ શ્રાદ્ધ કહે છે. ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ અંગેની વાત જાણવા મળે છે, પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિલાષા પૂર્તિ થાય, વિદ્વાનો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી શ્રાદ્ધ કર્મ સરળતાથી કરી શકાય છે.

અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયાના જણાવ્યા પ્રમાણે પૂનમથી અમાસ સુધીના શ્રાદ્ધ-

તારીખ અને વારતિથિશ્રાદ્ધ
20 સપ્ટેમ્બર, સોમવારપૂનમપૂનમનું શ્રાદ્ધ
21 સપ્ટેમ્બર, મંગળવારભાદરવા વદ, એકમએકમનું શ્રાદ્ધ
22 સપ્ટેમ્બર, બુધવારભાદરવા વદ, બીજબીજનું શ્રાદ્ધ
23 સપ્ટેમ્બર, ગુરુવારભાદરવા વદ, બીજત્રીજનું શ્રાદ્ધ
24 સપ્ટેમ્બર, શુક્રવારભાદરવા વદ, ત્રીજચોથનું શ્રાદ્ધ
25 સપ્ટેમ્બર, શનિવારભાદરવા વદ, ચોથપાંચમનું શ્રાદ્ધ, કુંવારા મૃત આત્માઓનું શ્રાદ્ધ
26 સપ્ટેમ્બર, રવિવારભાદરવા વદ, પાંચમછઠ્ઠનું શ્રાદ્ધ
27 સપ્ટેમ્બર, સોમવારભાદરવા વદ, છઠ્ઠ-
28 સપ્ટેમ્બર, મંગળવારભાદરવા વદ, સાતમસાતમનું શ્રાદ્ધ
29 સપ્ટેમ્બર, બુધવારભાદરવા વદ, આઠમઆઠમનું શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર, ગુરુવારભાદરવા વદ, નોમનોમનું શ્રાદ્ધ, સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ
1 ઓક્ટોબર, શુક્રવારભાદરવા વદ, દશમદશમનું શ્રાદ્ધ
2 ઓક્ટોબર, શનિવારભાદરવા વદ, અગિયારસઅગિયારસનું શ્રાદ્ધ
3 ઓક્ટોબર, રવિવારભાદરવા વદ, બારસબારસનું શ્રાદ્ધ, સન્યાસીનું શ્રાદ્ધ
4 ઓક્ટોબર, સોમવારભાદરવા વદ, તેરસતેરસનું શ્રાદ્ધ, બાળકોનું શ્રાદ્ધ
5 ઓક્ટોબર, મંગળવારભાદરવા વદ, ચૌદશચૌદશનું શ્રાદ્ધ, શસ્ત્ર-અસ્ત્રથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ
6 ઓક્ટોબર, બુધવારઅમાસસર્વપિતૃ અમાસ

બ્રહ્મ પુરાણઃ શ્રાદ્ધપક્ષમાં વાયુ સ્વરૂપમાં પિતૃઓ આવે છે-
પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે ભાદરવા મહિનાના સુદપક્ષની પૂનમે સર્વપિતૃ મોક્ષ અમાસ સુધી 16 દિવસને પિતૃપક્ષ અથવા શ્રાદ્ધપક્ષ કહેવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, બ્રહ્મ પુરાણ પ્રમાણે શ્રાદ્ધ પક્ષના 16 દિવસમાં પિતૃ વંશજોના ઘરે વાયુ સ્વરૂપમાં આવે છે. એટલે તેમની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને પૂજા-પાઠ કરવાનું વિધાન છે.

પિતૃપક્ષ શું છે-
પિતૃપક્ષ પોતાના કુળ, પરંપરા અને પૂર્વજોને યાદ કરવા અને તેમના જણાવેલ રસ્તા ઉપર ચાલવાનો સંકલ્પ લેવાનો સમય છે. તેમાં વ્યક્તિ પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા સાથે અર્પણ કરવામાં આવેલ તર્પણ એટલે જળદાન અને પિંડદાન એટલે ભોજનનું દાન શ્રાદ્ધ કહેવાય છે. પૂર્વજોની પૂજા અને તેમની તૃપ્તિ માટે કરવામાં આવતાં શુભ કાર્ય જે ખાસ સમયગાળામાં કરવામાં આવે છે તેને જ પિતૃપક્ષ કહેવામાં આવે છે.

જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે-
પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે પિતૃઓની તૃપ્તિ માટે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઇએ. પિતૃઓને જળ અર્પણ કરવું જોઇએ. પરિવારના મૃત સભ્યની તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવું જોઇએ. જો તિથિ યાદ ન હોય તો સર્વપિતૃ મોક્ષ અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે. આ 16 દિવસમાં જરૂરિયાતમંદને ભોજન કરાવવું જોઇએ. પિતૃઓને શ્રાદ્ધ અને પિંડદાન કરવા તથા બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃઓની આત્માઓ તૃપ્ત થાય છે. તેના પરિણામ સ્વરૂપ કુળ અને વંશનો વિકાસ થાય છે. પરિવારના સભ્યોને થયેલાં રોગ અને કષ્ટો દૂર થાય છે.

6 ઓક્ટોબર સર્વપિતૃ અમાસ-
પિતૃપક્ષનો છેલ્લો દિવસ સર્વપિતૃ અમાસ હોય છે. આ દિવસે પરિવારના તે મૃત સભ્યોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જેમનું મૃત્યુ અમાસ, પૂનમ કે ચૌદશ તિથિએ થયું હોય. જો કોઇ વ્યક્તિ બધી જ તિથિઓ ઉપર શ્રાદ્ધ કરી શકે નહીં તો માત્ર અમાસ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. અમાસના દિવસે કરવામાં આવેલ શ્રાદ્ધ, પરિવારના બધા જ પૂર્વજોની આત્માને પ્રસન્ન કરવા માટે પૂરતું હોય છે. જે પૂર્વજોની પુણ્યતિથિ જાણતાં ન હો, તેમનું શ્રાદ્ધ અમાસ તિથિએ કરી શકાય છે. એટલે તેને સર્વપિતૃ મોક્ષ અમાસ પણ કહેવામાં આવે છે. સાથે જ, પૂર્ણિમાએ મૃત્યુ પ્રાપ્ત કરનાર લોકો માટે મહાલય શ્રાદ્ધ પણ અમાસના દિવસે કરી શકાય છે. આ વર્ષે સર્વપિતૃ અમાસ 6 ઓક્ટોબરના રોજ છે.