• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Pitru Paksha 2021, Pitru Paksha 20 September To 6 October, Shraddha Paksha Significance, Mythological Tips About Pitru Paksha

20 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ:6 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ કર્મ સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન કરો, નાના બાળકોને ભોજન કરાવો અને ગૌમાતાની સેવા કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 20 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે. આ પક્ષ 6 ઓક્ટોબર સુધી રહેશે. પિતૃઓને શ્રદ્ધા સાથે યાદ કરવા જ શ્રાદ્ધ કહેવાય છે. આસો મહિનાના વદ પક્ષની એકમથી પિતૃમોક્ષ અમાસ સુધીનો સમય મહાલયા એટલે પિતૃ પક્ષ કહેવાય છે. માન્યતા છે કે આ દિવસોમાં આપણાં પિતૃ દેવતા ચંદ્ર લોકથી ધરતી ઉપર આવે છે અને પોતાના વંશજના ઘરની અગાસી ઉપર રહે છે. એટલે પિતૃ પક્ષમાં પિતૃઓ માટે ઘરની અગાસીમાં ભોજન રાખવાની પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે વધારે ધન હોવા છતાંય શ્રાદ્ધ કર્મમાં વધારે વિસ્તાર સાથે કરવો જોઈએ નહીં એટલે ખૂબ જ સામાન્ય રીતે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. શ્રાદ્ધ પક્ષમાં કોઈ ગૌશાળામાં ધનનું દાન કરો. ગૌમાતાની સેવા કરો.

  • શ્રાદ્ધ પક્ષમાં કામ, ક્રોધ, લોભથી બચવું જોઈએ. જે લોકો પોતાના માતા-પિતા, સાસુ-સસરા, જમાઈ, ભાણી-ભાણ્યા, બહેન અને પરિવારના સભ્યોનું સન્માન કરતા નથી અને હંમેશાં અન્ય લોકોને જ મહત્ત્વ આપે છે, તેમના ઘરમાં પિતૃ દેવતા અન્ય ગ્રહણ કરતા નથી.
  • શ્રાદ્ધમાં બ્રાહ્મણોને, ઘરે આવેલાં મહેમાન અને ભિક્ષા માગવા આવેલાં જરૂરિયાતમંદ વ્યક્તિને તેમની ઇચ્છા પ્રમાણે ભોજન કરાવવું જોઈએ.
  • શ્રાદ્ધ પક્ષમાં ઘરમાં શાંતિ રાખવી જોઈએ. ઘરમાં ક્લેશ અને અવાજ ન કરવો. સાથે જ, ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો.
  • શ્રાદ્ધમાં નિર્ધનને અનાજ અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. પશુ-પક્ષીઓના આહાર અને પાણીની વ્યવસ્થા કરો.
  • નાના બાળકોને ભોજન કરાવો. ગાય-કૂતરા અને કાગડાને ભોજન આપો. અસહાયની મદદ કરો. રોગી, કુપોષિતની મદદ કરવાથી પણ પિતૃઓને તૃપ્તિ મળે છે.