અમાસને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ દિવસે તીર્થ સ્નાન, દાન અને પિતૃઓની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જ્યારે તિથિની વધ-ઘટ થાય છે. ત્યારે આ તિથિ ક્યારેક-ક્યારેક બે દિવસ સુધી પણ રહે છે. એટલે જ્યારે બપોરના સમયે અમાસ હોય તે દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ-તર્પણ કરવામાં આવે છે. 31 માર્ચના રોજ આવું જ થશે. ત્યાં જ, જ્યારે સૂર્યોદય સમયે આ તિથિ હોય તો સ્નાન અને દાન કરવામાં આવે છે. એટલે 1 એપ્રિલ, શુક્રવારના રોજ સ્નાન-દાન કરવું શુભ ફળદાયી રહેશે.
ગુરુવાર અને શુક્રવારના રોજ અમાસ હોવું શુભ ફળદાયી
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે સોમ્ય વારમાં આવતી અમાસ શુભ હોય છે. ત્યાં જ, ક્રૂર વાર સાથે અશુભ ફળ આપનારી હોય છે. જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સોમ, મંગળ, શુક્ર અને ગુરુવારના રોજ અમાસનું હોવું આ દેશ માટે શુભ રહેશે. આ યોગથી અન્ય અશુભ ગ્રહોની અસર ઘટી જાય છે. ત્યાં જ, બુધ, શનિ અને રવિવારના રોજ અમાસ અશુભ ફળ આપે છે.
અમાસ અને પિતૃઓનો સંબંધ
સૂર્યની હજાર કિરણોમાં જે સૌથી ખાસ છે તેનું નામ અમા છે. તે અમા નામની કિરણના તેજથી જ સૂર્ય ધરતીને પ્રકાશિત કરે છે. જ્યારે તે અમા કિરણમાં ચંદ્રનો વાસ થાય છે એટલે ચંદ્રના હોવાથી અમાસ આવે છે. ત્યારે તે કિરણ દ્વારા ચંદ્રના ઉપરના ભારથી પિતૃઓ ધરતી ઉપર આવે છે. એટલે શ્રાદ્ધ પક્ષની અમાસ તિથિનું મહત્ત્વ છે.
અમાસના દિવસે શું કરવું અને શું નહીં
1. અમાસના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવાની પરંપરા છે. જો તીર્થ સ્નાન થઈ શકે નહીં તો ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. તે પછી સંકલ્પ લેવો અને ભગવાનની પૂજા કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજનની વસ્તુઓ અને કપડાનું દાન કરો
2. અમાસ તિથિના સ્વામી પિતૃદેવ હોય છે અને આ દિવસ પિતૃઓને સમર્પિત હોય છે. એટલે આ પર્વને પૂર્વજોનો દિવસ પણ કહેવામાં આવે છે. આ દિવસ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ-તર્પણ પણ કરવામાં આવવું જોઈએ. અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાથી તે સીધું પિતૃઓ સુધી પહોંચે છે. જો આવું કરવામાં આવે તો પિતૃદોષથી પણ મુક્તિ મળે છે.
3. આ પર્વમાં કોઈ જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું અને દાન આપવું. આવું કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે નશીલા પદાર્થોનું સેવન ન કરો. આવું કરવાથી પિતૃદોષ લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.