પિતૃપક્ષ સાથે જોડાયેલી માન્યતા:જે તિથિએ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તે તિથિએ જ શ્રાદ્ધ, ધૂપ-ધ્યાન અને પિંડદાન કરવું જોઈએ

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

પિતૃપક્ષ શરૂ થઈ ગયું છે અને તે 25 સપ્ટેમ્બર સુધી રહેશે. દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષમાં પિતૃપક્ષ રહે છે. આ દિવસોમાં ઘર-પરિવાર, કુંટુંબના મૃત લોકોને યાદ કરવામાં આવે છે, તેમની મૃત્યુ તિથિ ઉપર શ્રાદ્ધ, ધૂપ-ધ્યાન, પિંડદાન અને તર્પણ વગેરે પુણ્ય કર્મ કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પિતૃઓ માટે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ નદીના કિનારે કરવાની પરંપરા છે. આ કારણે પિતૃપક્ષમાં બ્રહ્મકપાલ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક, પ્રયાગરાજ અને ગયામાં હજારો શ્રદ્ધાળુઓ રોજ પહોંચે છે, કેમ કે આ જગ્યાએ પૌરાણિક મહત્ત્વ ધરાવતી નદીઓ છે.

પિતૃપક્ષમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કેમ કરવામાં આવે છે?

 • એવું કહેવામાં આવે છે કે પિતૃ પક્ષમાં પિતૃ દેવતા પોતાના ઘરના લોકોને ત્યાં પહોંચે છે. આ પિતૃઓની આત્મ શાંતિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. ધૂપ-ધ્યાન દ્વારા પિતૃ દેવતા ભોજન ગ્રહણ કરે છે.
 • શ્રાદ્ધ એટલે પિતૃઓને શ્રદ્ધા સાથે યાદ કરવાં. તર્પણ એટલે પિતૃઓને જળ અર્પણ કરવું.
 • પિંડદાનમાં નદી કિનારે નાના-નાના પિંડ બનાવીને પિતૃઓ માટે દાન કરવામાં આવે છે. બળતા છાણા ઉપર ગોળ-ઘી રાખીને ધૂપ-ધ્યાન કરવામાં આવે છે.
તૃઓની આત્મ શાંતિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. ધૂપ-ધ્યાન દ્વારા પિતૃ દેવતા ભોજન ગ્રહણ કરે છે
તૃઓની આત્મ શાંતિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. ધૂપ-ધ્યાન દ્વારા પિતૃ દેવતા ભોજન ગ્રહણ કરે છે

શ્રાદ્ધ કઈ તિથિએ અને કયા સમયે કરવું?

 • ઘર-પરિવારના મૃત સભ્યોની તિથિ ધ્યાનમાં રાખવી જોઈએ અને પિતૃ પક્ષની તે તિથિએ જ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ.
 • શ્રાદ્ધ અને ધૂપ-ધ્યાન માટે બપોરનો સમય સૌથી સારો રહે છે, કેમ કે આ સમય પિતૃઓ માટે જ છે. સવાર-સાંજનો સમય દેવી-દેવતાઓની પૂજા માટે શ્રેષ્ઠ રહે છે.

ધૂપ-ધ્યાન અને શ્રાદ્ધ માટે કેવું ભોજન બનાવવું?

 • જે વ્યક્તિ માટે ધૂપ-ધ્યાન કરી રહ્યા છો, તેમના સ્વાદ પ્રમાણે ભોજન બનાવવું જોઈએ. ભોજન સાત્વિક અને લસણ-ડુંગળી વિનાનું હોવું જોઈએ.
 • શ્રાદ્ધ કર્મ માટે બ્રાહ્મણને ઘરે બોલાવવાં અને ભોજન કરાવવું. ઇચ્છા હોય તો પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી શકો છો.
 • આ દિવસે માંસાહાર અને વધારે તેલ-મસાલાવાળું ભોજન કરવાથી બચવું જોઈએ.
ગંગાજળમાં દૂધ, પાણી, જવ, ચોખા મિક્સ કરવા અને તર્પણ કરવું
ગંગાજળમાં દૂધ, પાણી, જવ, ચોખા મિક્સ કરવા અને તર્પણ કરવું

પિતૃપક્ષમાં આ બાબતોનું ધ્યાન રાખવું

 • પિતૃપક્ષમાં ઘરની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસોમાં રોજ શ્રાદ્ધ કર્મ કરશો તો વધારે સારું રહેશે.
 • ગંગાજળમાં દૂધ, પાણી, જવ, ચોખા મિક્સ કરવા અને તર્પણ કરવું. પિંડ બનાવતી સમયે દૂધ અને તલનો ઉપયોગ કરવો જોઈએ.
 • આ દિવસોમાં લાલચ, અહંકાર, ગુસ્સો, કામવાસના જેવા અવગુણોથી બચવું. ખરાબ વિચારોને છોડવા અને તન-મનથી પવિત્ર રહેવું.
 • શ્રાદ્ધ પક્ષમાં રોજ સવારે જલ્દી જાગવું જોઈએ. પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કર્યા પછી તેમની સામે જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગવી.
અન્ય સમાચારો પણ છે...