10 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિ પૂનમ છે. આ દિવસથી 25 સપ્ટેમ્બર સુધી દરરોજ પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કામ કરવામાં આવશે. 11 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે. પૂનમ તિથિના શ્રાદ્ધ ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવી શકે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શનિવાર, 10 સપ્ટેમ્બરના રોજ પૂનમનું શ્રાદ્ધ થશે. પિતૃ પક્ષ 11 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રહેશે. પંચાંગ ભેદ હોવાથી આ વખતે બીજ અને ત્રીજ તિથિનું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બર એક જ દિવસે રહેશે.
શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી આ વાત
મૃત્યુ તિથિ પ્રમાણે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ
પિતૃ પક્ષમાં ઘર-પરિવારના મૃત લોકોને યાદ કરવામાં આવે છે, તેમના માટે ધૂપ-ધ્યાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. જે વ્યક્તિનું મૃત્યુ જે તિથિએ થાય છે, પિતૃ પક્ષમાં તે જ તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. મૃત્યુ તિથિ જાણ ન હોય તો અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ.
જો કોઈ વ્યક્તિનું અસમયે મૃત્યુ થયું હોય, હત્યા થઇ હોય, દુર્ઘટનામાં, કુવા કે ઊંચાઈથી પડવાથી મૃત્યુ થયું હોય, સાપ કરડવાથી મૃત્યુ થયું હોય તો આવા લોકોનું શ્રાદ્ધ ચૌતથ તિથિએ કરવું જોઈએ. આ તિથિ 24 સપ્ટેમ્બરના રોજ રહેશે.
બપોરે ધૂપ-ધ્યાન કરવું
પિતૃ પક્ષમાં બપોરના સમયે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. પં. શર્માના જણાવ્યા પ્રમાણે બપોરનો સમય પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવાનો રહે છે. ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવવા અને તેની જ્યોત ઉપર પિતૃઓનું ધ્યાન કરીને ગોળ-ઘી રાખો. હથેળીમાં જળ ભરવું અને અંગૂઠા તરફથી પિતૃઓને અર્પણ કરો. આ પ્રકારે સામાન્ય વિધિથી પણ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.