તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ષની બીજી શનિશ્ચરી અમાસ 10 તારીખે:આ પર્વ પર તીર્થ સ્નાન અને દાન કરવાથી જાણીજોઈને કે અજાણ્યામાં કરેલા પાપો દૂર થાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિ અમાસ પર પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાથી શનિ દોષ દૂર થાય છે, પીપળામાં તલ ચઢાવવાથી પિતૃ દોષ દૂર થાય છે

10 જુલાઈના રોજ જેઠ મહિનાની અમાસ રહેશે. આ દિવસે શનિવાર હોવાથી તેના ફળનું મહત્ત્વ વધી જશે. જેના લીધે તેને શનેશ્વરી અથવા શનિશ્ચરી અમાસ કહેવામાં આવશે. શનિવારે અમાસ તિથી સૂર્યોદયના થોડા સમય સુધી રહેશે. તેથી આ દિવસે તીર્થ અને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને દાનનું મહત્ત્વ રહેશે. આ દિવસે તીર્થ સ્નાન કરવા અથવા ઘરે જ ન્હાવાના પાણીમાં પવિત્ર નદીઓનું જળ ઉમેરીને સ્નાન કરવાથી જાણીજોઈને કે અજાણ્યામાં થયેલા પાપ દૂર થાય છે.

શનિ અમાસના દિવસે શું કરવું
આ પર્વ પર સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સંક્રમણથી બચવા માટે ઘરે જ પાણીમાં ગંગાજળ અથવા કોઈ પવિત્ર નદીનું જળ મિક્સ કરીને સ્નાન કરવું. ત્યારબાદ શ્રદ્ધા મુજબ, દાન કરીને સંકલ્પ લેવો જોઈએ. પછી જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. આ દિવસે તેલ, જૂતા-ચપ્પલ, લાકડીનો પલંગ, છત્રી, કાળા કપડા અને અડદની દાળનું દાન કરવાથી કુંડળીમાં રહેલો શનિ દોષ દૂર થઈ જાય છે.

તલ સ્નાનથી દોષ દૂર થશે
શનિશ્ચરી અમાસ પર પાણીમાં ગંગાજળ અથવા કોઈ પવિત્ર નદીનાં જળની સાથે તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી ઘણા પ્રકારના દોષ દૂર થાય છે. શનિશ્ચરી અમાસ પર પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાથી શનિ દોષ દૂર થાય છે. આ દિવસે કાળા કપડામાં કાળા તલ રાખીને દાન કરવાથી સાઢાસાતી અને ઢય્યાથી પીડિત લોકોને રાહત મળી શકે છે. તે ઉપરાંત એક લોટા પાણીમાં દૂધની સાથે સફેદ તલ મિક્સ કરીને પીપળા પર ચઢાવવાથી પિતૃ દોષની અસર ઓછી થાય છે.

શનિશ્ચરી અમાસ
ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે આવતી અમાસ શુભ ફળ આપે છે. આ તિથી પર તીર્થ સ્નાન અને દાનથી અનેકગણું પુણ્ય મળે છે. અમાસ શનિ દેવની જન્મતિથી પણ છે. તેથી આ દિવસે શનિદેવના પીપળના ઝાડની પૂજા કરવાથી કુંડળીમાં રહેલો શનિ દોષ દૂર થઈ જાય છે. આ દિવસે શનિ દેવની કૃપા મેળવવા માટે વ્રત રાખવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ.

વર્ષની બીજી શનિ અમાસ
કોઈપણ મહિનાની અમાસ જો શનિવારે આવે છે તો તેને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. ગ્રંથોના અનુસાર, આવી અમાસ શુભ ફળ આપનારી હોય છે. આવા સંયોગમાં કરવામાં આવેલા સ્નાન-દાનનું પુણ્ય વધી જાય છે. શનિવારે અમાસનો સંયોગ ઓછો બને છે. આ વર્ષે 13 માર્ચે શનિવારના દિવસે અમાસ હતી. હવે 10 જુલાઈના રોજ આવો યોગ બની રહ્યો છે. ત્યારબાદ આવો સંયોગ વર્ષના અંતમાં બનશે. આ વર્ષની અંતિમ શનિ અમાસ 4 ડિસેમ્બરે હશે.