રામાયણનો પ્રસંગ છે. હનુમાનજીએ શ્રીરામ અને સુ્ગ્રીવની મિત્રતા કરાવી દીધી હતી. શ્રીરામે સુગ્રીવની મદદ કરવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ શ્રીરામે સુગ્રીવને વાલિ સાથે યુદ્ધ કરવા મોકલ્યો. પહેલીવારમાં જ વાલિએ સુગ્રીવને મારી-મારીને ભગાવી દીધો હતો. બીજીવારમાં શ્રીરામે સુગ્રીવને એક માળા પહેરાવી દીધી, જેથી વાલિ સાથે યુદ્ધ કરતી વખતે સુગ્રીવને ઓળખી શકાય.
વાલિ અને સુગ્રીવ બંને ભાઈ લડી રહ્યાં હતાં, એ સમયે શ્રીરામે એક ઝાડની પાછળથી તીર ચલાવ્યું અને તે સીધુ જ વાલિની છાતીમાં જઈને લાગ્યું. વાલિ ઘાયલ થઈ ગયો હતો.
વાલિનો અંતિમ સમય ચાલી રહ્યો હતો, એ વખતે શ્રીરામ તેની પાસે પહોંચ્યા. વાલિએ શ્રીરામને જોયા તો તેને કહ્યું કે તમે તો ધર્મના અવતાર છો, તમે મને શિકારીની જેમ ઝાડ પાછળ છુપાઈને કેમ માર્યો?
શ્રીરામે વાલિના સવાલનો જવાબ આપતા કહ્યું કે વાલિ તારી પત્ની તારાએ તને સમજાવ્યો હતો કે તારે મારી સાથે લડવું ન જોઈએ, પરંતુ તે પત્નીની સલાહ ન માની.
આ વાત સાંભળીને વાલિને યાદ આવ્યું કે તારાએ તેને કહ્યું હતું કે શ્રીરામ ભગવાન છે, તેમની સાથે વેર(દુશ્મની) ન કરશો.
વાલિ વિચારવા લાગ્યો કે જે વાત મારી પત્નીની સાથે એકાંતમાં થઈ છે, તે વિશે રામે કેવી રીતે ખબર પડી?
તેને ફરી પૂછ્યું કે એ તો કહો કે સુગ્રીવ તમારો પ્યારો કેવી રીતે બની ગયો? અને હું તમારો દુશ્મન કેવી રીતે બની ગયો?
શ્રીરામ બોલ્યા કે જે માણસ પોતાના નાના ભાઈની પત્ની, બહેન, પુત્રની પત્ની, પુત્રી માટે ખોટી ભાવના રાખે છે, તેને દંડ જરૂર મળે છે. આ ચારેય સંબંધો એક જેવા જ હોય છે. તે પોતાના નાના ભાઈ સુગ્રીવની પત્નીનું અપહરણ કર્યું હતું અને જે લોકો આ સંબંધોનું સન્માન નથી કરતાં, તેમને દંડ આપવાથી પાપ નથી લાગતો. એટલા માટે મેં તને દંડ આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.