16 નવેમ્બર સુધી સૂર્ય તુલા રાશિમાં રહેશે:વૃષભ, સિંહ અને મકર રાશિના લોકોને આર્થિક ફાયદો થઈ શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તુલા અને મીન સહિત 5 રાશિઓએ સાવધાન રહેવું, કામકાજમાં અડચણ અને વિવાદની આશંકા પણ છે

17 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી સૂર્ય પોતાના શત્રુ ગ્રહની રાશિ એટલે કે તુલામાં રહેશે. જ્યોતિષીઓના મતે આ રાશિમાં સૂર્ય નીચ સ્થિતિનો માનવામાં આવે છે. આ ગ્રહના રાશિ પરિવર્તનથી દેશમાં આર્થિક, રાજકીય અને વહીવટી ફેરફારો થાય છે. તેમજ સૂર્યની ચાલમાં ફેરફારની અસર તમામ રાશિઓ પર પણ પડે છે.

12માંથી 4 રાશિઓ માટે સારો સમય
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ.ગણેશ મિશ્રના અનુસાર, વૃષભ, સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશે. તેમજ મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, અને મીન રાશિના લોકો માટે જોબ અને બિઝનેસમાં મુશ્કેલી આવી શકે છે. તે ઉપરાંત મિથુન, કન્યા, અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે.

સૂર્ય ગ્રહોનો રાજા છે
ડૉ. મિશ્ર જણાવે છે કે, જ્યોતિષ વિજ્ઞાનમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કામ પૂરા થઈ જાય છે. જોબ અને બિઝનેસમાં પ્રગતિ થાય છે. મોટા લોકો અને અધિકારીઓથી મદદ મળે છે અને સન્માન પણ વધે છે. તેમજ સૂર્યની અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં અડચણ આવે છે. નુકસાન પણ થાય છે. મોટા લોકોની સાથે વિવાદ થઈ શકે છે. આંખો સાથે સંબંધિત સમસ્યા થાય છે. માથાનો દુખાવો પણ થાય છે. કામકાજમાં અડચણ આવે છે. વિવાદ અને તણાવ પણ રહે છે.

વૃષભ, સિંહ, ધન અને મકર રાશિઓ માટે સારો સમય
વૃષભ, સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે સારો સમય રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. શત્રુઓ પર વિજય મેળવવાનો યોગ બનશે. અટવાયેલા પૈસા મળી શકે છે. વિચારેલા મોટા કામ પણ થઈ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક બાબતોમાં ફાયદાનો સમય રહેશે. જોબ અને બિઝનેસમાં લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સારો સમય રહેશે.

મિથુન, કન્યા અને કુંભ રાશિના લોકો માટે શુભ-અશુભ સમય
સૂર્ય રાશિ પરિવર્તનથી મિથુન, કન્યા અને કુંભ રાશિના લોકો માટે શુભ-અશુભ સમય રહેશે. આ 3 રાશિના લોકોના કામતો પૂરા થશે પરંતુ મહેનત પણ વધારે કરવી પડશે. ખર્ચા અને તણાવ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં વિવાદની પરિસ્થિતિ બની શકે છે. તે ઉપરાંત ધન લાભ પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

તુલા સહિત 5 રાશિના લોકો માટે મુશ્કેલ સમય
સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં મુશ્કેલી આવી શકે છે. સૂર્યના કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. આ 5 રાશિના લોકોએ સાચવીને રહેવું. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં અડચણ આવી શકે છે. વિવાદ થવાની આશંકા છે. ધન હાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર ન લેવું. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું
સૂર્યની અશુભ અસરથી બચવા માટે પીપળા અને મદારના વૃક્ષમાં પાણી નાખવું જોઈએ. શુભ ફળ વધારવા માટે સૂર્યોદય પહેલા ઊઠીને સૂર્યને પ્રણામ કરો. તાંબાના વાસણથી સૂર્યને જળ ચઢાવો. જે રાશિઓ પર સૂર્યની શુભ-અશુભ અસર પડશે તે લોકોએ પાણીમાં લાલ ચંદન નાખીને સૂર્યને ચઢાવવું જોઈએ. સૂર્યને લાલ ફૂલ ચઢાવવા. ગલગોટાના ફૂલ ચઢાવવાથી સૂર્ય સંબંધિત દોષ દૂર થઈ જાય છે.