વ્રત-તહેવાર:યોગિની એકાદશીએ ભગવાન વિષ્ણુજી સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વ્રતની કથા ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી, આ વ્રત કરવાથી પાપ દૂર થાય છે

જેઠ મહિનના વદ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ તિથિ 5 જુલાઈના રોજ આવી રહી છે. આ વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. પદ્મ પુરાણ પ્રમાણે યોગિની એકાદશી બધા જ પાપનો નાશ કરનારી માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી દરેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓ દૂર થાય છે. જેથી રૂપ, ગુણ અને યશ પણ વધે છે. માન્યતા છે કે આ વ્રતનું ફળ 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી મળતા પુણ્ય સમાન છે.

ભગવાન કૃષ્ણએ કથા સંભળાવી હતીઃ-
આ વ્રત અંગે ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને એક કથા સંભળાવી હતી. જેમાં રાજા કુબેરના શ્રાપથી કોઢી થઈને હેમમાલી નામનો યક્ષ માર્કણ્ડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. ઋષિએ તેને યોગિની એકાદશી વ્રત કરવાની સલાહ આપી. યક્ષે ઋષિની વાત માનીને વ્રત કર્યું અને દિવ્ય શરીર ધારણ કરી સ્વર્ગલોક જતો રહ્યો.

આ વ્રતનું ફળ 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી મળતા પુણ્ય સમાન છે.
આ વ્રતનું ફળ 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી મળતા પુણ્ય સમાન છે.

સાદું ભોજન કરવું અને કથા સાંભળવીઃ-
વ્રત કરનાર વ્યક્તિએ દશમ તિથિની રાતે જ તામસિક ભોજન છોડીને સાદું ભોજન કરવું જોઈએ. બીજા દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન પછી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. તે પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખીને તેમની પૂજા કરો. ધ્યાન રહે કે આ દિવસમાં યોગિની એકાદશીની કથા પણ જરૂર સાંભળવી જોઈએ. આ દિવસ દાન કર્મ કરવું પણ ખૂબ જ કલ્યાકારી રહે છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે-સાથે પીપળાના ઝાડની પૂજાનું પણ વિધાન છે.

યોગિની એકાદશી વ્રતનો લાભઃ-
યોગિની એકાદશીનું વ્રત કરવાથી બધા પાપ દૂર થઈ જાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને આનંદ મળે છે. યોગિની એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. યોગિની એકાદશી ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે યોગિની એકાદશીનું વ્રત કરવું 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી મળતા પુણ્ય સમાન છે.