આજે પોષી પૂનમ છે. આ તિથિએ સાંજે ચંદ્ર ઉદય પછી ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. તેના માટે ચાંદીના લોટામાં દૂધ ભરવું અને ચંદ્રને જોઈને અર્ઘ્ય ચઢાવવું. આ દરમિયાન ચંદ્ર મંત્ર ૐ સોં સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે નવ ગ્રહોમાં ચંદ્ર સૌથી ઝડપી ગતિ કરનાર ગ્રહ છે. આ ગ્રહ દર અઢી દિવસે રાશિ બદલે છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે અને આપણાં મનનો કારક છે. જે લોકોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ યોગ્ય ન હોય, તેમને માતા તરફથી સુખ મળી શકતું નથી. આવા લોકોનું મન એકાગ્ર રહી શકતું નથી. ચંદ્રના દોષ દૂર કરવા માટે પૂનમ તિથિએ ચંદ્ર પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.
ચંદ્રદેવ અનુસૂયા અને અત્રિ મુનિના પુત્ર છે
શાસ્ત્રો પ્રમાણે બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર ઋષિ અત્રિને ઉત્પન્ન કર્યા હતાં. ઋષિ અત્રિના લગ્ન કર્દમ મુનિની કન્યા અનુસૂયા સાથે થયાં હતાં. અત્રિ અને અનસૂયાના ત્રણ પુત્ર હતાં. દુર્વાસા ઋષિ, ભગવાન દત્તાત્રેય અને સોમ એટલે ચંદ્ર.
ચંદ્રદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે થયાં હતાં. આ કન્યાઓના નામ પરથી જ 27 નક્ષત્ર જણાવવામાં આવ્યાં છે. ચંદ્ર જ્યારે 27 નક્ષત્રોનું એક ચક્કર લગાવે છે, ત્યારે એક હિંદી મહિનો પૂર્ણ થાય છે.
કર્ક રાશિનો સ્વામી છે ચંદ્ર
જ્યોતિષમાં નવ ગ્રહ અને 12 રાશિ છે. આ નવ ગ્રહ વિવિધ રાશિઓના સ્વામી છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે. આ સિવાય ચંદ્ર માતાનો કારક છે.
ચંદ્ર માટે પૂનમ તિથિએ દૂધનું દાન કરો
પૂનમ તિથિએ ચંદ્ર ગ્રહ માટે દૂધનું દાન કરવું જોઈએ. સાથે જ સફેદ વસ્ત્રોનું દાન કરો. શિવલિંગનો દૂધથી અભિષેક કરો અને સફેદ ફૂલોથી શ્રૃંગાર કરો. પોતાની માતાને કોઈ ભેટ આપો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.