6 જાન્યુઆરીએ પોષી પૂનમ:શુક્રવાર અને પૂનમના યોગમાં ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી સાથે જ સૂર્ય, ચંદ્ર અને શુક્ર ગ્રહની પણ પૂજા કરો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવા વર્ષની પહેલી પૂનમ 6 જાન્યુઆરી, શુક્રવારના રોજ છે. જેને પોષી પૂનમ કહેવામાં આવે છે. તે પછી 7 જાન્યુઆરીથી પોષ મહિનાનું વદ પક્ષ શરૂ થઈ જશે. શુક્રવાર અને પોષી પૂનમના યોગમાં ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી સાથે જ સૂર્યદેવ, ચંદ્રદેવ અને શુક્રગ્રહની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ધર્મલાભ સાથે જ કુંડળીના ગ્રહદોષની અસર પણ ઘટી જાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શાસ્ત્રોમાં પૂનમનું મહત્ત્વ પણ પર્વ સમાન છે. આ પર્વમાં પૂજાપાઠ સાથે જ દાન-પુણ્ય, તીર્થ દર્શન અને નદી સ્નાન કરવાની પરંપરા છે. પૂનમ તિથિએ કરવામાં આવતા આ પુણ્ય કર્મોથી ધર્મલાભ, સ્વાસ્થ્ય લાભ સાથે જ કુંડળીના ગ્રહદોષની અસર પણ ઘટી શકે છે.

પૂનમ તિથિએ કરવામાં આવતા આ પુણ્ય કર્મોથી ધર્મલાભ, સ્વાસ્થ્ય લાભ સાથે જ કુંડળીના ગ્રહદોષની અસર પણ ઘટી શકે છે
પૂનમ તિથિએ કરવામાં આવતા આ પુણ્ય કર્મોથી ધર્મલાભ, સ્વાસ્થ્ય લાભ સાથે જ કુંડળીના ગ્રહદોષની અસર પણ ઘટી શકે છે

પૂનમના દિવસે આ 10 કામ કરી શકો છો

 • શુક્રવારે સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવવું. તેના માટે તાંબાના લોટાનો ઉપયોગ કરો.
 • ઘરના મંદિરમાં બાલ ગોપાલનો અભિષેક કરો. માખણ મિસરીનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવો અને કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો
 • આ દિવસે કોઈ પૌરાણિક મહત્ત્વ ધરાવતાં તીર્થની યાત્રા કરો. કોઈ નદીમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી નદીના જળથી જ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો
 • પૂનમ તિથિએ પૂજા-પાઠ સાથે જ દાન પણ કરો. હાલ ઠંડીનો સમયગાળો છે તો જરૂરિયાતમંદ લોકોને ઊનના કપડા, બૂટ-ચપ્પલ, અનાજનું દાન કરો
 • કોઈ મંદિરમાં પૂજન સામગ્રીનું દાન કરવું જોઈએ. પૂજન સામગ્રી જેમ કે, કંકુ, ચોખા, ઘી, તેલ, કપૂર, અબીર, ગુલાલ, હાર-ફૂલ, મીઠાઈ વગેરે.
 • ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક એકસાથે કરો. તેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરવું અને ભગવાનને અર્પણ કરો. અત્તર ચઢાવો. વસ્ત્ર અને ફૂલોથી શ્રૃંગાર કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.
 • પૂનમ તિથિએ ચંદ્રદેવની પણ ખાસ પૂજા કરવી જોઈએ. સાંજે ચંદ્ર ઉદય પછી ચાંદીના લોટાથી ચંદ્રને દૂધથી અર્ઘ્ય અર્પણ કરો
 • શિવલિંગ ઉપર જળ અને દૂધ ચઢાવવું. ૐ નમઃ શિવાયનો જાપ કરો. બીલીપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ વગેરે ચઢાવો. દીવો પ્રગટાવીને આરતી કરો
 • હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારી પાસે પૂરતો સમય હોય તો સુંદરકાંડના પાઠ કરો
 • પૂનમ તિથિએ માછલીને લોટની ગોળી બનાવીને ખવડાવો. ગાયને લીલું ઘાસ અને કૂતરાને રોટલી ખવડાવો. કોઈ ગૌશાળામાં ધનનું દાન કરો.