• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Paush Purnima On 28th; For Bathing Donations, From Sunrise To Sunset, There Will Be Auspicious Time, 3 Big Auspicious Yoga Will Also Be Done On This Day.

પર્વ:28મીએ પોષ પૂર્ણિમા; સ્નાન-દાન માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્યકાળ, 3 મોટા શુભ યોગ પણ આ દિવસે રહેશે

10 મહિનો પહેલા
  • પોષ પૂર્ણિમાએ સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે, પ્રોપર્ટી ખરીદદારી અને રિયલ અસ્ટેટમાં રોકાણનું વિશેષ મુહૂર્ત પણ રહેશે

ગુરુવાર, 28 જાન્યુઆરીના રોજ પોષ મહિનાની પૂર્ણિમા છે. હિંદુ ધર્મમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. મોક્ષની કામના રાખનાર વ્યક્તિઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ મળી આવે છે કે પોષ મહિનાની પૂનમ મોક્ષ આપે છે. ગ્રંથો પ્રમાણે, પોષ મહિના દરમિયાન ધ્યાન અને પૂજા-પાઠથ જે અધ્યાત્મિક ઊર્જા મળે છે, તેની પૂર્ણતા પોષ પૂર્ણિમાના સ્નાનથી થઇ જાય છે. આ દિવસે કાશી, પ્રયાગ અને હરિદ્વારમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે શાકંભરી જયંતી પણ ઊજવવામાં આવશે. ત્યાં જ, છત્તીસગઢના ગામમાં રહેતી જનજાતિઓ પોષ પૂર્ણિમાના દિવસે છેરતા પર્વ ઊજવે છે.​

પૂર્ણિમા ક્યાં સુધી રહેશેઃ-
આ વખતે પૂર્ણિમા 28 જાન્યુઆરીએ રાતે લગભગ 1.30 વાગ્યાથી શરૂ થઇ રહી છે. તે પછી 29 જાન્યુઆરીની રાતે 12.45 સુધી રહેશે. જેથી સ્નાન, પૂજન અને દાન માટે 28 જાન્યુઆરીએ જ પુણ્યકાળ માનવામાં આવશે. જે સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રહેશે.

તીર્થ સ્નાનું મહત્ત્વઃ-
પોષ મહિનાની પૂર્ણિમાએ સૂર્યોદય પહેલાં જાગવું જોઇએ. તે પછી તીર્થ કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઇએ. એવું શક્ય ન હોય તો ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું. તે પછી આખો દિવસ વ્રત અને દાનનો સંકલ્પ લેવો જોઇએ. તે પછી કોઇ તીર્થમાં જઇને નદીની પૂજા કરવી જોઇએ. પોષ મહિનાની પૂર્ણિમા તિથિએ પવિત્ર નદીઓ અને તીર્થ સ્નાનમાં સ્નાન કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. નદી પૂજા અને સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

પોષ પૂર્ણિમાએ માઘ સ્નાનનો સંકલ્પઃ-
શાસ્ત્રો પ્રમાણે પોષ પૂર્ણિમાએ માઘ સ્નાનનો સંકલ્પ લેવો જોઇએ. તીર્થ સ્નાન દરમિયાન સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. સાથે જ શક્ય હોય તો એક સમયે ભોજનનું વ્રત પણ કરવું જોઇએ. જે પ્રકારે પોષ મહિનામાં તીર્થ સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે, તે પ્રમાણે માઘ મહિનામાં પણ સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. માઘ મહિનામાં દાનમાં તલ, ગોળ અને ધાબળો કે ઊનના કપડા દાન આપવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.

સર્વાર્થસિદ્ધિ સહિત 3 શુભ યોગઃ-
પોષ મહિનાની પૂર્ણિમાએ 3 મોટા શુભ યોગ બની રહ્યા છે. તેમાં સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને ગુરુ પુષ્યનો યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં ખરીદદારી અને મોટા કામની શરૂઆત કરવાથી સફળતા મળે છે. આ દિવસે પ્રોપર્ટી ખરીદદારી અને રિયલ અસ્ટેટમાં રોકાણ માટે વિશેષ મુહૂર્ત છે.