શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:પશુપતિનાથ મંદિર; ભોળાનાથનું આ મંદિર જ્યોતિર્લિંગ ન હોવા છતાંય વિશ્વપ્રસિદ્ધ છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું

પશુપતિનાથ મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર હિંદુ મંદિર છે જે નેપાળની રાજધાની કાઠમાંડૂ ઘાટીના પૂર્વ ભાગમાં બાગમતી નદીના કિનારે આવેલું છે. આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત એશિયાના ચાર સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે. આ મંદિર 5મી સદીમાં બનેલું છે અને પછી મલ્લ રાજાઓ દ્વારા ફરી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સ્થળ સહસ્રાબ્દીની શરૂઆતથી જ અસ્તિત્વમાં આવ્યું હતું જ્યારે એક શિવ લિંગમની શોધ કરવામાં આવી હતી. આ મંદિરની આસપાસ અન્ય હિંદુ અને બૌદ્ધ દેવતાઓના મંદિર પણ છે. પશુપતિનાથ મંદિર કાઠમાંડૂ ઘાટીના 8 યૂનેસ્કો સાંસ્કૃતિક વિરાસત સ્થળોમાંથી એક છે. આ એક સ્મશાન સ્થળ પણ છે જ્યાં હિંદુઓનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

ભગવાન પશુપતિનાથ કોણ છે?
પશુપતિ હિંદુ ભગવાન શિવ “જાનવરોના સ્વામી” સ્વરૂપમાં અવતરિત છે. તેઓ સંપૂર્ણ હિંદુ જગતમાં પૂજનીય છે. ખાસ કરીને નેપાળમાં, જ્યાં તેમને અનૌપચારિક રૂપથી રાષ્ટ્રીય દેવતા માનવામાં આવે છે.

પશુપતિનાથ મંદિર કેટલું જૂનું છે?
નેપાળમાં સોથી પ્રાચીનકાળના ગોપાલરાજ આલોક વામસવલીના જણાવ્યા પ્રમાણે, આ મંદિરનું નિર્માણ લિપ્છવી રાજા સુપેસા દેવાએ કરાવ્યું હતું.

પશુપતિનાથ મંદિર 5મી સદીમાં બનેલું છે અને તે પછી મલ્લ રાજાઓ દ્વારા તેનું ફરી નિર્માણ કરવામાં આવ્યું હતું
પશુપતિનાથ મંદિર 5મી સદીમાં બનેલું છે અને તે પછી મલ્લ રાજાઓ દ્વારા તેનું ફરી નિર્માણ કરવામાં આવ્યું હતું

પશુપતિનાથ મંદિર પ્રસિદ્ધ કેમ છે?
પશુપતિનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર શિવજીના ભક્તો માટે એશિયાના ચાર સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે. નેપાળમાં આ સૌથ મોટું મંદિર બાગમતી નદીના બંને કિનારા ઉપર ફેલાયેલું છે જેને હિંદુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે.

પશુપતિનાથ મંદિરનું મહત્ત્વ-
પશુપતિનાથ મંદિર 5મી સદીમાં બનેલું છે અને તે પછી મલ્લ રાજાઓ દ્વારા તેનું ફરી નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સ્થળ સહસ્રાબ્દીની શરૂઆતથી અસ્તિત્વમાં હતું જ્યારે એક શિવ લિંગમની શોધ કરવામાં આવી હતી.

પહેલાં રાજા શિવદેવ દ્વારા નિર્માણ થયું તે પછી રાજા અનંત મલ્લે મંદિરને બનાવ્યું.
પહેલાં રાજા શિવદેવ દ્વારા નિર્માણ થયું તે પછી રાજા અનંત મલ્લે મંદિરને બનાવ્યું.

પશુપતિનાથ મંદિરની કથા-
લોકવાયકા પ્રમાણે ભગવાન શિવ અને દેવી પાર્વતી એકવાર હરણ બનીને બાગમતી નદીના પૂર્વ કિનારે ગાઢ જંગલોમાં વિહાર કરી રહ્યા હતાં. આ સ્થાનની સુંદરતાથી પ્રભાવિત થઈને ભગવાન શિવજીએ ફરીથી હરણનું સ્વરૂપ ધારણ કરી લીધું. અન્ય દેવતાઓને જલ્દી જ શિવજીની આ હરકતની જાણ થઈ અને તેમણે તે હરણના એક શિંગડાને પકડીને તેમને ખૂબ જ માર્યાં. આ પ્રક્રિયામાં તેમનું શિંગડું તૂટી ગયું. આ તૂટેલાં શિંગડાને શિવલિંગ તરીકે પૂજવામાં આવતું હતું, પરંતુ થોડા સમય પછી તેને દફનાવી દેવામાં આવ્યું. અનેક સદીઓ પછી એક ગોવાળિયાએ પોતાની ગાયોમાંથી એક કામધેનૂ ગાયને જમીન ઉપર પોતાનું દૂધ ચઢાવતી જોઈ. તે ગોવાળિયાએ જોયું કે દરરોજ આ કામધેનૂ ગાય તે સ્થાને જ દૂધ ચઢાવે છે. તે પછી ગોવાળિયાએ તે જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું ત્યારે તેમાંથી ચમકદાર શિવલિંગ બહાર આવ્યું. બસ ત્યારથી જ શિવલિંગની પૂજા પશુપતિનાથ સ્વરૂપમાં થવા લાગી.

અન્ય એક કથા પ્રમાણે નેપાળના સૌથી પ્રાચીન કાળના ગોપાલરાજ આલોક વામસવલીના જણાવ્યા પ્રમાણે પશુપતિનાથ મંદિરનું નિર્માણ સુષુપા દેવજીએ કહ્યું હતું, જે લિચ્છવી શાસકોમાંથી એક હતાં. જેમણે રાજા માનદેવ સમયે શાસન કર્યું હતું.

એક અન્ય વાર્તા જે પીઢીઓથી ચાલી રહી છે તેના પ્રમાણે, પશુપતિનાથ મંદિર સુપુષ્પ દેવના આગમન પહેલાંથી જ એક લિંગના આકારના દેવાલયમાં અહીં હતું. તેમણે આ સ્થાને ભગવાન શિવ માટે પાંચ માળના મંદિરનું નિર્માણ કરાવ્યું. જેમ-જેમ દિવસ વિતતા ગયાં, પવિત્ર તીર્થના સમારકામની જરૂરિયાત ઊભી થવા લાગી. પહેલાં રાજા શિવદેવ દ્વારા નિર્માણ થયું તે પછી રાજા અનંત મલ્લે મંદિરને બનાવ્યું.

ઉલ્લેખનીય છે કે આ સ્થળ સહસ્રાબ્દીની શરૂઆતથી જ અસ્તિત્વમાં આવ્યું હતું જ્યારે એક શિવ લિંગમની શોધ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે આ સ્થળ સહસ્રાબ્દીની શરૂઆતથી જ અસ્તિત્વમાં આવ્યું હતું જ્યારે એક શિવ લિંગમની શોધ કરવામાં આવી હતી

પશુપતિનાથ મંદિર કેવી રીતે પહોંચવું-
કાઠમાંડૂના બહારના વિસ્તારમાં વસેલાં પશુપતિનાથ મંદિર અંગત પરિવહન દ્વારા વ્યવસ્થિત રીતે પહોંચી શકાય છે. અહીં સૌથી નજીકનું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા કાઠમાંડૂમાં છે. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો અને બૌધનાથ સ્તૂપથી ટેક્સી દ્વારા મંદિર સુધી પહોંચવામાં લગભગ 10 મિનિટનો સમય લાગે છે. થામેલ સ્ટ્રીટ અને કાઠમાંડૂ દરબાર સ્ક્વાયરથી, મંદિર સુધી પહોંચવામાં એક ટેક્સી દ્વારા લગભગ 20 મિનિટ લાગશે.

પશુપતિનાથ મંદિર કાઠમાંડૂની ઘાટીથી માત્ર 5 કિમી દૂર આવેલું છે. અહીં અનેક બસ અને ટેક્સીઓ મળી રહે છે જે તમને કાઠમાંડૂથી પશુપતિનાથ મંદિર સુધી લઈ જશે. તમે કાઠમાંડૂમાં સિટી બસ સ્ટેશન કે રત્ના પાર્કથી બસ લઈ શકો છો. પશુપતિનાથ મંદિર ગૌશાળા સુધી પહોંચવામાં 45 મિનિટ લાગશે. ગૌશાળાથી તમે મંદિર સુધી સરળતાથી પહોંચી શકો છો. કાઠમાંડૂથી તમે ટેક્સી કે ટેમ્પો લઈ શકો છો જે તમને ડાયરેક્ટ પશુપતિનાથ મંદિર સુધી લઈ જશે.

અન્ય સમાચારો પણ છે...