તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખાત્રીજ:મહારાષ્ટ્રના બુરુંડીમાં 21 ફૂટ ઊંચી પરશુરામ પ્રતિમા છે, અહીં દરિયાનું પાણી લાલ રંગનું જોવા મળે છે

4 મહિનો પહેલા
  • બુરુંડીમાં પરશુરામ ભૂમિ કેન્દ્ર આવેલું છે, અહીં લોકો શાંતિ અને સુકૂન માટે ૐ નો જાપ કરે છે

મહારાષ્ટ્રના કોંકણમાં દાપોલીથી લગભગ 10 થી 12 કિલોમીટર દૂર બુરુંડીમાં ભગવાન પરશુરામની વિશાળ મૂર્તિ સ્થાપિત છે. આ સ્થાનને પરશુરામ ભૂમિના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા એક પહાડ ઉપર સ્થિત છે અને આ પહાડની નીચે દરિયો છે. અહીં પૃથ્વી આકારનું એક ધ્યાનકક્ષ બનાવવામાં આવ્યું છે, જેના ઉપર ભગવાન પરશુરામની 21 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત છે. આ બનાવટ પાછળ પુરાણોની માન્યતા છે. જેના પ્રમાણે કાર્તવીર્ય અર્જુનના અત્યાચારોથી પૃથ્વીના બધા જ જીવ દુઃખી હતાં અને પૃથ્વીએ બધા જીવને બચાવવા માટે ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી. ત્યાર બાદ માતા પૃથ્વીની મદદ માટે ભગવાન વિષ્ણુએ પરશુરામ સ્વરૂપમાં દેવી રેણુકા અને ઋષિ જમદગ્નિના પુત્ર તરીકે અવતાર લીધો.

ધ્યાનકક્ષ ઉપર પરશુરામની મૂર્તિઃ-
અહીં ભગવાન પરશુરામની મૂર્તિ લગભગ 21 ફૂટ ઊંચી છે, જેને 40 ફૂટ વ્યાસની પૃથ્વીના આકારવાળા ધ્યાનકક્ષ ઉપર બનાવવામાં આવી છે. જેમાં પરશુરામ ફરસી અને ધનુષ સાથે ઊભા છે. ભગવાન પરશુરામે પોતાના આ જ અસ્ત્રથી આખી પૃથ્વી જીતી લીધી હતી. આ જ કારણે મૂર્તિને અહીં પૃથ્વીના આકારના બનેલાં ધ્યાનકક્ષ ઉપર સ્થાપિત કરવામાં આવી છે.

ૐ નો જાપ કરવામાં આવે છેઃ-
બુરોંડીની ભૌગોલિક વિશેષતાના કારણે દરિયાનો માત્ર આ ભાગ તાંબાના રંગનો જોવા મળે છે. જેથી તેને તામ્ર તીર્થ પણ કહેવામાં આવે છે. અહીં આવનાર ભક્તો અંદર બેસીને મોટાં અવાજે ૐનો જાપ કરે છે. આ જાપથી ઉત્પન્ન થતી ધ્વનિ શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે. અહીં લોકો આ કક્ષમાં બેસીને ધ્યાન કરવા માટે આવે છે.

પડઘા સંભળાય છેઃ-
આ ધ્યાનકક્ષની ખાસ વાત એ છે કે, તેની અંદર પ્રવેશ કરવાથી શાંતિનો અહેસાસ થાય છે. આ રૂમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે, અહીં જાપનો પડઘો સંભળાય છે. દરિયા કિનારે હોવા છતાં પણ અહીં દરિયાના મોજાનો અવાજ સંભળાતો નથી.