તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે પરશુરામ જયંતી:શિવજી પાસેથી આશીર્વાદમાં ફરસો મળ્યો હતો એટલે પરશુરામ નામ પડ્યું, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાનજીની જેમ પરશુરામ પણ અમર છે, તેમની પૂજા કરવાથી સાહસ વધે છે અને દરેક પ્રકારનો ભય દૂર થાય છે

વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ પરશુરામજીનો જન્મ થયો હતો. એટલે અક્ષય તૃતીયાના દિવસે જ તેમની જયંતી પણ ઊજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 14 મે, શુક્રવારના રોજ રહેશે. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. અમર થઈને કળિયુગમાં હનુમાનજી સહિત 8 દેવતા અને મહાપુરૂષોમાં પરશુરામ પણ એક છે. તેમનો જન્મ પુત્રેષ્ટિ યજ્ઞ દ્વારા થયો હતો અને તેમને ભગવાન શિવજીએ આશીર્વાદમાં પરશુ (ફરસો) આપ્યો હતો. આ કારણે તેમનું નામ પરશુરામ પડ્યું છે. તેમની પૂજા કરવાથી સાહસ વધે છે અને દરેક પ્રકારનો ભય દૂર થાય છે.

બ્રાહ્મણ કુળમા જન્મેલા હોવા છતાંય ક્ષત્રિયો જેવો વ્યવહારઃ-
ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ ક્ષત્રિય કુળમાં જન્મેલા પરંતુ તેમનો વ્યવહાર બ્રાહ્મણો જેવો હતો. ત્યાં જ ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો વ્યવહાર ક્ષત્રિય હતો. ભગવાન શિવજીના પરમભક્ત પરશુરામ ન્યાયના દેવતા છે. તેમણે 21 વખત આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી. તેમના ગુસ્સાના કારણે ભગવાન ગણેશજી પણ બચી શક્યા નહોતાં.

બ્રહ્મવૈવર્ત પુરાણઃ પરશુરામજીએ તોડ્યો હતો ગણેશજીનો દાંતઃ-
બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે, એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાશ પર્વત પહોંચ્યા, પરંતુ પ્રથમ પૂજ્ય શિવ-પાર્વતી પુત્ર ભગવાન ગણેશજીએ તેમને શિવજીને મળવા દીધા નહીં. આ વાતથી ગુસ્સે થઇને તેમણે પોતાના ફરસાથી ભગવાન ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો. આ કારણે ભગવાન ગણેશ એકદંત કહેવાયાં.

પૂજાવિધિઃ-

  • આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી સાફ કપડા પહેરવાં. તે પછી એક બાજોટ ઉપર પરશુરામજીની મૂર્તિ કે તસવીર રાખવી.
  • હાથમાં ફૂલ અને ચોખા લઇને પરશુરામજીના ચરણોમાં રાખો. તે પછી અન્ય પૂજન સામગ્રી ચઢાવો અને નૈવેદ્ય અર્પણ કરો. પછી કથા સાંભળો.
  • કથા સાંભળ્યા પછી ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો અને ધૂપ-દીપ પ્રગટાવી આરતી કરો.
  • છેલ્લે ભગવાન પરશુરામજીને પ્રાર્થના કરો કે તેઓ સાહસ આપે અને દરેક પ્રકારના ભય અને અન્ય દોષથી મુક્તિ પ્રદાન કરે.