• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Parivartini Ekadashi Vrat 6 September 2022 Shubh Yoga Sanyog Purchase Muhurat |Bhadrapad Shukla Paksha Parsva Ekadashi Planets Position And All You Need To Know

પરિવર્તિની એકાદશીએ નક્ષત્રોનો સંયોગ:આ દિવસે ચાર ગ્રહો પોતાની જ રાશિમાં રહેશે, ખરીદી માટે આખો દિવસ શુભ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 6 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ચાર શુભ યોગ બની રહ્યા છે. સાથે જ, ચાર ગ્રહ પણ પોતાની જ રાશિમાં રહેશે. જેથી વ્રત અને પૂજા માટે આ દિવસ ખાસ રહેશે. આ દિવસે કરવામાં આવતા દાનનું પુણ્ય વધી જશે. ભગવાન વિષ્ણુની પૂજા સાથે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાંનું દાન કરવાની પરંપરા છે.

ચાર શુભ સંયોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ દિવસે સૂર્યોદય સાથે જ આયુષ્યમાન, મિત્ર અને રવિયોગ શરુ થઈ જશે. સવારે લગભગ સાડા આઠ વાગ્યા પછી સૌભાગ્ય યોગ રહેશે. સાથે જ, આ દિવસે સૂર્ય, બુધ, ગુરુ અને શનિ પોતાની જ રાશિમાં રહેશે. આ ચાર ગ્રહોનું સ્વરાશિમાં રહેવું ખૂબ જ મોટો શુભ સંયોગ છે. નક્ષત્રોની આ સ્થિતિથી આ વ્રત કોઈ પર્વ સમાન પુણ્ય આપનાર બની જશે. પરિવર્તિની એકાદશીએ વર્ષો પછી નક્ષત્રોની આવી સ્થિતિ બની રહી છે.

ખરીદી માટે આખો દિવસ શુભ
આ દિવસે ગ્રહોની શુભ સ્થિતિ હોવાની સાથે સૂર્ય-ચંદ્રના નક્ષત્રોથી આખો દિવસ રવિયોગ રહેશે. આ કારણે ખરીદી, નવી શરૂઆત, લેવડ-દેવડ અને રોકાણ માટે આખો દિવસ શુભ રહેશે. પૂર્વાષાઢા નક્ષત્ર અને એકાદશી તિથિનો સંયોગ હોવાથી આ દિવસે કરેલાં શુભ કાર્યોનું પૂર્ણ ફળ મળે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધે છે. દુઃખ દૂર થાય છે અને પુણ્ય મળે છે
આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધે છે. દુઃખ દૂર થાય છે અને પુણ્ય મળે છે

તલ સ્નાન અને વસ્ત્ર દાનનું મહત્ત્વ
ભાદરવા મહિનાની છેલ્લી એકાદશી હોવાથી આ દિવસે પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવાનું વિધાન છે. જેના દ્વારા જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ, પાપ અને દોષ દૂર થઈ જાય છે. ત્યાં જ, કપડાનું દાન કરવાની પણ પરંપરા છે. આ એકાદશીએ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યા પછી પીળા કપડાંનું દાન કરવું જોઈએ. આ દિવસે તલનું દાન કરવાથી મહાપુણ્ય મળે છે.

પરિવર્તિની એકાદશીની ખાસ વાત
માન્યતા છે કે આ તિથિએ શ્રીકૃષ્ણની સૂરજ પૂજા એટલે જલવા પૂજન થયું હતું. માન્યતા છે કે જુલાઈમાં દેવશયન થયા પછી આ તિથિએ ભગવાન પડખું ફરે છે. એટલે તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધે છે. દુઃખ દૂર થાય છે અને પુણ્ય મળે છે.

આ દિવસે વ્રતમાં અનાજનું સેવન કરવામાં આવતું નથી. માત્ર દૂધ કે ફળાહાર જ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુને તુલસી પત્ર ચઢાવવા જોઈએ અને તુલસીના છોડમાં પાણી નાખીને તેની પરિક્રમા કરો. તે પછી તુલસીને પ્રણામ કરો.

અન્ય સમાચારો પણ છે...