પરિવર્તિની એકાદશી:આ દિવસે ભગવાન વામનની પૂજા અને વ્રત કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત કરવાથી ત્રિદેવોની પૂજા કરવા જેટલું ફળ મળે છે

ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 17 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ કરવામાં આવશે. માન્યતા છે કે આ દિવસે ભગવાન યોગ નિદ્રા દરમિયાન પડખું ફરે છે, એટલે તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે થોડી જગ્યાએ આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની સૂરજ પૂજા (જન્મ પછી થતા માંગલિક કાર્યક્રમ) તરીકે ઊજવવામાં આવે છે.

વ્રત વિધિ-
આ એકાદશી વ્રતના નિયમ દસમ તિથિની રાતથી જ શરૂ થઈ જાય છે. એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જ સ્નાન કરવું જોઈએ. સાફ કપડા પહેરીને ભગવાન વામન કે વિષ્ણુજીની મૂર્તિ સામે બેસીને વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તે પછી ભગવાન વામનની પૂજા વિધિ-વિધાન સાથે કરો. બની શકે તો ઉપવાસ કરો. ઉપવાસમાં અનાજ ખાવું જોઈએ નહીં અને એક સમયે ફળાહાર કરી શકો છો.

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત કરવાથી ત્રિદેવોની પૂજા કરવા જેટલું ફળ મળે છે
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત કરવાથી ત્રિદેવોની પૂજા કરવા જેટલું ફળ મળે છે

પૂજા વિધિ-
ભગવાન ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવો. તે પછી ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીવ, નેવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ તથા ભગવાન વામનની કથા સાંભળો. તે પછી ભગવાનને નેવેદ્ય ધરાવીને આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો.

પરિવર્તિની એકાદશીનું વ્રત અને મહત્ત્વ-
વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે વિધિ-વિધાન સાથે પરિવર્તિની એકાદશી વ્રત કરનાર લોકોને વાજપેય યજ્ઞનું ફળ મળે છે. જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવોની પૂજાનું ફળ મળે છે. આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે.