• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Parivartini Ekadashi 2021 Date Kab Hai | Parivartini Ekadashi Vrat Puja Vidhi Fasting Upvas Rules, Parivartini Ekadashi Vrat Importance (Mahatva) And Significance

17મીએ પરિવર્તિની એકાદશી:શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને આ પર્વનું મહત્ત્વ જણાવ્યું હતું, આ વ્રત કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ પર્વ વિવિધ જગ્યાએ શ્રીકૃષ્ણના જન્મ બાદ થતી જળ પૂજા, ઘાટ પૂજા અને સૂરજ પૂજા સ્વરૂપમાં ઊજવાય છે

હિંદુ ધર્મગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને ડોલ અગિયાર પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 17 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ છે. નર્મદાપુરમના ભાગવત કથાકાર પં. હર્ષિત કૃષ્ણ બાજપેયીના જણાવ્યા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ઘાટ પૂજા કરવામાં આવી હતી. આ પર્વ વિવિધ જગ્યાએ શ્રીકૃષ્ણના જન્મ બાદ થતાં માંગલિક કાર્યક્રમ જળ પૂજા, ઘાટ પૂજા અને સૂરજ પૂજા સ્વરૂપમાં ઊજવવામાં આવે છે.

પરિવર્તિની એકાદશી વ્રતની વિધિ અને મહત્ત્વ-

  • પરિવર્તિની એકાદશી વ્રતનું નિયમ પાલન દસમ તિથિ રાતથી શરૂ કરો અને બ્રહ્મચર્યના નિયમોનું ધ્યાન રાખો.
  • એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સાફ કપડા પહેર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રતનો સંકલ્પ લો. આ દિવસે ઉપવાસ અથવા વ્રત કરવામાં આવે છે. અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી. જો શક્ય ન હોય તો એક સમયે ફળાહાર કરી શકાય છે.
  • આ દિવસે ભગવાન કૃષ્ણ અને વામન દેવની પૂજા વિધિ-વિધાનથી કરવી જોઇએ. જો તમે જાતે પૂજા કરી શકો નહીં તો કોઇ બ્રાહ્મણ પાસે કરાવી શકો છો.
  • ભગવાનને પંચામૃત ચઢાવ્યા બાદ તમે ચરણામૃત પીવો
  • ત્યાર બાદ ભગવાનને ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો
  • રાતે ભગવાન વામનની મૂર્તિ સામે જ સૂઇ જાવ અને બીજા દિવસે બારસ તિથિએ વેદપાઠી બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપી આશીર્વાદ પ્રાપ્ત કરો.
  • ધર્મગ્રંથો પ્રમાણે જે વ્યક્તિ વિધિપૂર્વક પરિવર્તિની એકાદશીનું વ્રત કરીને રાતે જાગરણ કરે છે, તેમના બધા જ પાપ નષ્ટ થઇ જાય છે અને તેઓ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. આ વ્રત કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે.
  • વિષ્ણુ પુરાણ પ્રમાણે પરિવર્તિની એકાદશીએ ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે. આ વ્રત વિશે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં યુધિષ્ઠિરને જણાવ્યું છે. આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ સહિત ત્રણેય લોકની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.