તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખાત્રીજ:પરશુરામ ઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર છે, પિતાના આદેશ પર તેમણે માતાનો વધ કર્યો હતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામ સાથે જોડાયેલી 3 પ્રચલિત કથાઓ

આજે શુક્રવાર, 14 મેના રોજ વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ છે. જેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો હતો. ઋષિ જમદગ્નિ અને રેણુકા પરશુરામના માતા-પિતા હતાં. તેમના ત્રણ મોટા ભાઈ હતાં, જેમના નામ રૂક્મવાન, સુષેણવસુ અને વિશ્વાવસુ હતાં. પરશુરામ અષ્ટચિરંજીવીઓમાંથી એક માનવામાં આવે છે. પરશુરામનો ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં ઉલ્લેખ જોવા મળે છે.

પરશુરામ સાથે જોડાયેલી 3 પ્રચલિત કથાઓઃ-

કથા- 1
એક કથા પ્રમાણે એક દિવસ પરશુરામ શિવજીના દર્શન કરવા માટે કૈલાશ પર્વત પહોંચ્યાં. તે સમયે શિવજી ધ્યાનમાં બેઠા હતાં. ત્યારે ગણેશજીએ પરશુરામજીનો રસ્તો રોક્યો હતો. જેનાથી ગુસ્સે થઇને પરશુરામે ફરસા વડે શ્રીગણેશજી ઉપર પ્રહાર કર્યો હતો. આ ફરસો સ્વયં ભગવાન શિવે આપ્યો હતો. શ્રીગણેશ તે ફરસાનો પ્રહાર ખાલી જવા દેવા માંગતાં નહોતાં. એટલે તેમણે ફરસાનો વાર પોતાના દાંત પર લઇ લીધો. આ પ્રહારથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો. ત્યારથી ગણેશજીને એકદંત કહેવામાં આવે છે.

કથા-2
એક અન્ય પ્રચલિત કથા પ્રમાણે એકવાર મહિષ્મતી દેશના રાજા કાર્તવીર્ય અર્જુન હતાં. કાર્તવીર્ય અર્જુન એક યુદ્ધ જીતીને જમગ્નિ મુનિના આશ્રમ પાસેથી પસાર થયાં. ત્યારે તેઓ વિશ્રામ કરવા માટે રોકાયાં. રાજાએ આશ્રમમાં કામધેનુ જોઇ. કામધેનુએ પોતાની દિવ્ય શક્તિઓથી કાર્તવીર્ય અર્જુનની સંપૂર્ણ સેનાને ભોજન કરાવી દીધું. ત્યાર બાદ રાજા કામધેનુના વાછરડાને પોતાની સાથે બળપૂર્વક લઇ ગયાં. જ્યારે આ વાતની જાણ પરશુરામજીને થઇ ત્યારે તેમણે કાર્તવીર્ય અર્જુનની એક હજાર ભુજાઓ (હાથ) કાપી નાખ્યાં અને તેનો વધ કરી દીધો.

કાર્તવીર્ય અર્જુનના વધનો બદલો લેવા માટે તેમના પુત્રોએ જમદગ્નિ મુનિનો વધ કરી દીધો. જેનાથી ગુસ્સે થઇને પરશુરામે કાર્તવીર્ય અર્જુનના બધા જ પુત્રોનો વધ કરી દીધો. જે ક્ષત્રિય રાજાઓએ તેમનો સાથ આપ્યો હતો, પરશુરામે તેમનો પણ વધ કરી દીધો હતો. આ પ્રકારે પરશુરામે 21 વાર ધરતીને ક્ષત્રિય વિહિન કરી દીધી હતી.

કથા-3
એક દિવસ પરશુરામની માતા રેણુકા સ્નાન કરવા ગઇ, જે સમયે તે સ્નાન કરીને આશ્રમ પાછી ફરી રહી હતી, તે દરમિયાન તેમણે રાજા ચિત્રરથને જલવિહાર કરતાં જોયાં. આ જોઇને તેમનું મન વિચલિત થઇ ગયું. આ અવસ્થામાં જ્યારે તેમણે આશ્રમમાં પ્રવેશ ક્યો ત્યારે મહર્ષિ જમદગ્નિએ આ વાત જાણી લીધી હતી. ત્યારે જ ત્યાં પરશુરામના મોટાં ભાઇ રૂક્મવાન, સુષેણવસુ અને વિશ્વાવસુ પણ આવી ગયાં. મહર્ષિ જમદગ્નિએ તેમને પોતાની જ માતાનો વધ કરવા માટે કહ્યું. પરંતુ માતા સાથે મોહના કારણે કોઇએ માતાનો વધ કર્યો નહીં. ત્યારે મુનિએ તેમને શ્રાપ આપ્યો અને તે ત્રણેય ભાઇઓની વિચાર શક્તિ નષ્ટ થઇ ગઇ.

પરશુરામ ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે પિતાના આદેશ પર તરત જ પોતાની માતાનો વધ કરી દીધો. આ જોઇને મહર્ષિ જમદગ્નિ ખૂબ જ પ્રસન્ન થયા અને પરશુરામને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે પરશુરામે પિતા પાસે માતા રેણુકાને ફરી જીવિત કરી ચારેય ભાઇઓને ઠીક કરવાનું વરદાન માંગ્યું. સાથે જ, આ વાત કોઇને યાદ રહે નહીં અને અજેય થવાનું વરદાન માંગ્યું. મહર્ષિએ તેમની બધી જ મનોકામના પૂર્ણ કરી દીધી.