મનુષ્ય ત્યારે જ મનુષ્ય બને છે જ્યારે તે સમાજના અન્ય લોકોના હિત અંગે વિચારે છે. એક મનુષ્ય જ્યારે બીજાનાં દુ:ખોને પોતાનું દુ:ખ સમજશે ત્યારે તે તેમના હિત અંગે વિચારી શકશે. ટૂંકમાં, બીજાની વેદનાને સમજવા માટે પોતાની સંવેદના હોવી જોઈએ. માત્ર સંવેદનશીલ વ્યક્તિ જ અન્યની વેદનાને સમજવાની શક્તિ ધરાવે છે.
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. વ્યક્તિથી સમાજ બને પણ છે અને વ્યક્તિ સમાજ પર નિર્ભર પણ છે. મહાકવિ અજ્ઞેયએ ‘મમ તથા મમેતર’ સંજ્ઞા આપીને બંનેના સ્થાયી સંબંધોની પુષ્ટિ કરી છે, તો ગીતાએ સૃષ્ટિચક્રના ઉપદેશથી બંનેની નિરંતર નિર્ભરતાની ઘોષણા કરી છે. સ્પષ્ટ છે કે સુખી અને શાંતિપૂર્ણ જીવન માટે વ્યક્તિ અને સમાજ બંને જ તત્ત્વ પૂરક છે, પરંતુ મનુષ્ય જ્યારે સ્વાર્થના વિમાનમાં સવાર થઈને માત્ર સ્વવિકાસની ઊંચાઈઓને સ્પર્શવા લાગે છે ત્યારે ઉપરોક્ત સંબંધ તુટવા લાગે છે. પરિણામે સહુની પ્રગતિની સાથે-સાથે સ્વ-ની પ્રગતિ પર પણ પૂર્ણવિરામ લાગી જાય છે.માત્ર સ્વપોષણ, સ્વવિકાસ અને સ્વરક્ષણના દાયરામાં જીવન-ગુજરાન કરનારા તથા પરહિત, પરવિકાસની ઉપેક્ષા કરનારા માટે રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્ત લખે છે - ‘યહી પશુ પ્રવૃત્તિ હૈ કિ આપ આપ હી ચરે; વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લિએ મરે.’ સંતમાં આ સંવેદનશીલતા સહજ-સ્વાભાવિક હોય છે. જેવી રીતે ફૂલમાં સુગંધ સહજ છે, ખાંડમાં ગળપણ સહજ છે, એવી જ રીતે સાચા સંતમાં બીજાનાં દુ:ખને જાણવા, સમજવા અને અનુભવવાની સહજ વૃત્તિ હોય છે. બીજાના દુ:ખમાં દુ:ખી થવું અને બીજાના સુખમાં સુખી રહેવું જ સંતવર્ય પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના હતી. એટલે જ્યારે પણ સમાજમાં તકલીફની ચીસ સંભળાતી, પ્રમુખસ્વામી મહારાજની સંવેદનાના ગોમુખમાંથી કરુણાગંગા ફૂટી નિકળતી હતી.
માત્ર સ્વપોષણ, સ્વવિકાસ અને સ્વરક્ષણના દાયરામાં જીવન-ગુજરાન કરનારા તથા પરહિત, પરવિકાસની ઉપેક્ષા કરનારા માટે રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્ત લખે છે - ‘યહી પશુ પ્રવૃત્તિ હૈ કિ આપ આપ હી ચરે; વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લિએ મરે.’ સંતમાં આ સંવેદનશીલતા સહજ-સ્વાભાવિક હોય છે. જેવી રીતે ફૂલમાં સુગંધ સહજ છે, ખાંડમાં ગળપણ સહજ છે, એવી જ રીતે સાચા સંતમાં બીજાનાં દુ:ખને જાણવા, સમજવા અને અનુભવવાની સહજ વૃત્તિ હોય છે. બીજાના દુ:ખમાં દુ:ખી થવું અને બીજાના સુખમાં સુખી રહેવું જ સંતવર્ય પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના હતી. એટલે જ્યારે પણ સમાજમાં તકલીફની ચીસ સંભળાતી, પ્રમુખસ્વામી મહારાજની સંવેદનાના ગોમુખમાંથી કરુણાગંગા ફૂટી નિકળતી હતી.ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું - ‘પ્રમુખસ્વામી મહારાજ એક એવા સમાજપુરુષ છે, જે જ્યાં પણ કુદરતી આપત્તિ આવી, તેઓ હંમેશા મદદ માટે ઊભા રહ્યા છે.’વર્ષ 1985થી 1989 સુધી ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર દુષ્કાળથી પ્રભાવિત રહ્યો હતો, આ વખતે પણ ચોમાસું વરસાદ પડ્યા વગર જ સમાપ્ત થવાનું હતું. સ્વામીજી એ સમયે ધર્મસભાઓ માટે લંડનમાં રોકાયા હતા. તેમને સૌરાષ્ટ્રના દુષ્કાળના સમાચાર મળ્યા. તેમની આંખની સામે આખું સૌરાષ્ટ્ર આકારલઈ રહ્યું હતું. સુકી ભઠ ભઠ્ઠીની જેમ તપતી ધરતી, શરીરની ત્વચામાંથી બહાર દેખાતી મજૂરો અને ખેડૂતોની પાંસળીઓ, ભૂખ-તરસથી મરતા પશુ, નિ:સહાય ખેડૂતોની આભ સામે તકાયેલી આંખો વગેરે બધું જ સ્વામીજીએ અનુભવ્યું. સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠ્યું. એ દિવસેથી તેઓ અડધી રાત્રે અજ્ઞાત રીતે જાગી જતા અને દરરોજ સૌરાષ્ટ્રના પીડિતો માટે પ્રાર્થના કરવા લાગતા. આ નીરવતામાં કરુણાની નદી, જે તેમના વિશાળ હૃદયમાં વહી રહી હતી, હજારો માઈલ દૂર સૌરાષ્ટ્રના ગરીબ લોકો સુધી પહોંચતી જોવા મળી રહી હતી.
વર્ષ 1985થી 1989 સુધી ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર દુષ્કાળથી પ્રભાવિત રહ્યો હતો, આ વખતે પણ ચોમાસું વરસાદ પડ્યા વગર જ સમાપ્ત થવાનું હતું. સ્વામીજી એ સમયે ધર્મસભાઓ માટે લંડનમાં રોકાયા હતા. તેમને સૌરાષ્ટ્રના દુષ્કાળના સમાચાર મળ્યા. તેમની આંખની સામે આખું સૌરાષ્ટ્ર આકારલઈ રહ્યું હતું. સુકી ભઠ ભઠ્ઠીની જેમ તપતી ધરતી, શરીરની ત્વચામાંથી બહાર દેખાતી મજૂરો અને ખેડૂતોની પાંસળીઓ, ભૂખ-તરસથી મરતા પશુ, નિ:સહાય ખેડૂતોની આભ સામે તકાયેલી આંખો વગેરે બધું જ સ્વામીજીએ અનુભવ્યું. સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠ્યું. એ દિવસેથી તેઓ અડધી રાત્રે અજ્ઞાત રીતે જાગી જતા અને દરરોજ સૌરાષ્ટ્રના પીડિતો માટે પ્રાર્થના કરવા લાગતા. આ નીરવતામાં કરુણાની નદી, જે તેમના વિશાળ હૃદયમાં વહી રહી હતી, હજારો માઈલ દૂર સૌરાષ્ટ્રના ગરીબ લોકો સુધી પહોંચતી જોવા મળી રહી હતી.જી હા, પોતાના જીવનકાળમાં અસંખ્ય લોકોનાં દુ:ખ દૂર કરીને તેમના ચહેરા પર સ્મિત લાવનારા સંતવિભૂતી પ્રમુખસ્વામી મહારાજ આવા જ સંવેદનાના શિખર પર બિરાજમાન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.