તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામાયણ:રામાયણનો સાર એક જ શ્લોકમાં સમાયેલો છે, જેનો પાઠ કરવાથી સંપૂર્ણ રામાયણ વાંચવાનું પુણ્ય મળે છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામાયણ વાંચવાથી આત્મવિશ્વાસ વધે છે, નેગેટિવિટી દૂર થાય છે

રામાયણમાં શ્રીરામ અને રાવણના માધ્યમથી ઉલ્લેખવામાં આવ્યું છે કે, વ્યક્તિએ ધર્મ પ્રમાણે જ કર્મ કરવા જોઇએ. અધર્મ કરનાર લોકોનું પતન થાય છે. ઉજ્જૈનના શ્રીરામ કથાકાર અને પં. મનીષ શર્મા પ્રમાણે જો કોઇ વ્યક્તિ રોજ રામાયણનો પાઠ કરે છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે. તે વ્યક્તિમાંથી નેગેટિવિટી દૂર થાય છે. રામાયણનો પાઠ દરરોજ કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં એક શ્લોકમાં જ રામાયણનો પાઠ કરી શકાય છે.

રોજ સવારે આ મંત્રનો જાપ કરવો જોઇએઃ-

એક શ્લોકની રામાયણનો જાપ રોજ સવારે કરવો જોઇએ. સવારે જલ્દી જાગવું અને સ્નાન બાદ ઘરના મંદિરમાં પૂજા કરો. ત્યાર બાદ ભગવાન સામે આસન ઉપર બેસીને આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો. વધારે સમય ન હોય તો 11 કે 12 વાર પણ મંત્રજાપ કરી શકો છો. આ મંત્રના જાપથી બધા જ પાપ દૂર થાય છે અને જીવનની પરેશાનીઓ સામે લડવાની શક્તિ મળે છે.

એક શ્લોકમાં રામાયણઃ-

आदौ राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनम्।

वैदीहीहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणम्।।

बालीनिर्दलनं समुद्रतरणं, लंकापुरीदाहनम्।

पश्चाद् रावण कुम्भकर्ण हननम्, एतद्धि रामायणम्।।

આ મંત્રનો સરળ અર્થ- શ્રીરામ વનવાસ ગયા, ત્યાં સોનાના હરણનો વધ કર્યો, વૈદેહી એટલે સીતાજીનું રાવણે હરણ કરી લીધું, રાવણના હાથે જટાયુ માર્યો ગયો. શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા થઇ. બાલિનો વધ કર્યો. સમુદ્ર પાર કર્યું. લંકાપુરીનું દહન કર્યું. ત્યાર બાદ રાવણ અને કુંભકર્ણનો વધ કર્યો. આ રામાયણની સંક્ષિપ્ત કહાણી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો