ગુરુવારે એકાદશી:પુત્રદા એકાદશી વ્રત કરવાથી સંતાન સુખ મળે છે, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે.

13 જાન્યુઆરી, ગુરુવારે પોષ મહિનાની પુત્રદા એકાદશી રહેશે. પુરાણો અને મહાભારતમાં જણાવવામાં આવ્યું છે કે આ વ્રતને કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. તેનું મહત્ત્વ ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. આ વ્રતને કરવાથી સંતાન સુખ વધે છે. મહિલાઓ પોતાના બાળકોની લાંબી ઉંમર માટે આ વ્રત કરે છે. આ દિવસે વ્રત કરવાથી શારીરિક પરેશાનીઓ પણ દૂર થવા લાગે છે.

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રત અંગે જણાવ્યું હતું
પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. પુત્રદા એકાદશીનું મહત્ત્વ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાનું અને રાતે જાગરણ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. આ વ્રતને કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે હજાર વર્ષ સુધી તપસ્યા કરવાથી પણ મળતું નથી. જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે.

જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે
જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે

પુત્રદા એકાદશી વ્રત અને પૂજા વિધિ

  • પુત્રદા એકાદશીએ સવારે જલ્દી જાગીને સ્નાન પછી સાફ જગ્યાએ ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો.
  • શંખમાં પાણી લઇને પ્રતિમાનો અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક લગાવો. ચોખા, ફૂલ, અબીર, ગુલાલ, અત્તર વગેરેથી પૂજા કરો.
  • તે પછી દીવો પ્રગટાવો. પીળા વસ્ત્ર અર્પણ કરો. સિઝનલ ફળ સાથે આંબળા, લવિંગ, લીંબુ, સોપારી પણ ચઢાવો.
  • તે પછી ગાયના દૂધથી બનેલી ખીરનો ભોગ ધરાવો. રાતે મૂર્તિ પાસે જ જાગરણ કરો. ભગવાનના ભજન ગાવા.
  • બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો. તે પછી જ ઉપવાસ ખોલવો.
પુત્રદા એકાદશી વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે
પુત્રદા એકાદશી વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે

પુત્રદા એકાદશીની કથા
પહેલાં એક સમયે ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતાં હતાં. તેમની રાણીનું નામ ચંપા હતું. તેમને ત્યાં કોઇ બાળક હતું નહીં, એટલે બંને પતિ-પત્ની હંમેશાં ચિંતામાં રહેતાં હતાં. આ ચિંતામાં એક દિવસ રાજા સુકેતુમાન વનમાં જતાં રહ્યાં. ત્યાં અનેક મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતાં. રાજાએ તે બધા જ મુનિઓને વંદના કરી. પ્રસન્ન થઇને મુનિઓએ રાજા પાસે વરદાન માંગવા માટે કહ્યું.

મુનિ બોલ્યા કે પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. તે દિવસે વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. તમે પણ આ વ્રત કરો. ઋષિઓના કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. થોડા જ દિવસો પછી રાણી ચંપાએ ગર્ભ ધારણ કર્યો. યોગ્ય સમય આવતાં જ રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, જેણે પોતાના ગુણો દ્વારા પિતાને સંતુષ્ટ કર્યા તથા ન્યાય પૂર્વક શાસન કર્યું.