તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોષ મહિનાની અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પ્રયાગ કે અન્ય તીર્થમાં સ્નાનનું મહત્ત્વ છે. વિદ્વાનો પ્રમાણે મહામારીના કારણે આ દિવસે ઘરના પાણીમાં જ ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને નાહવાથી ગંગા સ્નાનનું પુણ્ય મળી જાય છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મૌની અમાસના દિવસે પાણીમાં તલ મિક્સ કરીને નાહવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. આ દિવસે તલ સાથે પિતૃઓનું તર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે. સાથે જ, આ પર્વમાં તલ સાથે શનિદેવની પૂજા કરવાથી શનિદોષ પણ ઘટી જાય છે.
પિતૃઓ માટે શું કરવુંઃ-
1. સવારે જલ્દી જાગીને સ્નાન કરી લેવું તે પછી પીપળાના વૃક્ષની પૂજા કરવી. પાણીમાં કાચુ દૂધ અને તલ મિક્સ કરીને પીપળાના વૃક્ષમાં ચઢાવો. તે પછી તલના તેલનો દીવો પ્રગટાવો અને શ્રદ્ધા પ્રમાણે પીપળાના વૃક્ષની 3, 5 કે 11 પરિક્રમા કરો.
2. બપોરે શ્રાદ્ધ કરી શકો છો. તેમાં ત્રણ કર્મ હોય છે. તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન. શ્રદ્ધા પ્રમાણે ત્રણેય અથવા ત્રણેયમાંથી કોઇ એક કર્મ પણ કરી શકાય છે. પરંતુ દરેક કર્મમાં તલનો ઉપયોગ જરૂરી છે. તર્પણમાં તલ મિક્સ કરીને અર્પણ કરો. પિંડદાન માટે પિંડ ઉપર પણ તલ રાખી શકો છો. બ્રાહ્મણને ભોજન માટે બોલાવો તો ભોજનની વસ્તુઓમાં તલથી બનેલાં પકવાન કે મીઠાઈઓને સામેલ કરો. તે પછી દક્ષિણા સાથે તાંબાના લોટામાં તલ ભરીને દાન કરો.
3. પિતૃ શાંતિ માટે અમાસના દિવસે ઘરમાં ગીતાનો પાઠ કરાવી શકો છો. તે પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા સાથે વસ્ત્ર દાન કરો.
અમાસના અધિપતિ દેવતા શનિ છેઃ-
મૌની અમાસ આ વખતે એટલા માટે ખાસ છે. કેમ કે, અમાસના અધિપતિ દેવતા સ્વયં શનિદેવ છે. આ દિવસે દાન-પુણ્યનું અનેક ગણું ફળ મળે છે. અમાસના દિવસે શનિ સ્વરાશિમાં વધારે બળવાન રહેશે. અમાસનો દિવસ હોય અને શનિ મકર રાશિમાં હોય તો વૃદ્ધ અને રોગીઓની સેવા કરવી શુભ ફળદાયી રહેશે.
શનિ દોષ નિવારણ માટે આ દિવસે શનિદેવને તલનું તલ ચઢાવ્યાં પછી પૂજામાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઇએ. લોખંડના વાસણમાં તલ ભરીને દાન કરવું જોઇએ. અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો, ઊનના કપડાં અને બૂટ-ચપ્પલનું દાન કરવું જોઇએ.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.