શુક્રવારે, 14 જાન્યુઆરીની રાત્રે લગભગ 9 વાગ્યાથી સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. તેના કારણે 14 તારીખે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે અને 15 જાન્યુઆરીએ સંક્રાંતિ સાથે સંબંધિત પુણ્ય કર્મ કરવામાં આવશે. મકરસંક્રાંતિની તારીખને લઈને પંચાંગ ભેદ પણ છે. જાણો મકરસંક્રાંતિ સાથે સંબંધિત ખાસ વાત...
સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.
મકર રાશિનો સ્વામી શનિ ગ્રહ છે. શનિને સૂર્યનો પુત્ર માનવામાં આવે છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે તો એવું માનવામાં આવે છે કે સૂર્ય પોતાના પુત્રના ઘરે આવ્યો છે.
મકર રાશિમાં સૂર્યના આવવાથી ખરમાસ પૂરો થઈ જશે અને તમામ પ્રકારના માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ જશે.
મકરસંક્રાંતિ એ સૂર્ય ઉપાસનાનો મહાપર્વ છે. આ દિવસે સૂર્ય દેવ માટે ખાસ પૂજા કરવી જોઈએ. આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને સૂર્યને અર્ઘ્ય ચઢાવો.
સૂર્ય પૂજાનું મહત્ત્વ શ્રીકૃષ્ણએ પોતાના પુત્ર સાંબને જણાવ્યું હતું. આ પ્રસંગ બ્રહ્મમપુરાણમાં કહેવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણએ સાંબને જણાવ્યું હતું કે તેઓ સ્વયં પણ સૂર્યની પૂજા કરે છે.
હનુમાનજીએ સૂર્ય દેવને પોતાના ગુરુ બનાવ્યા હતા અને સૂર્યની સાથે ચાલતી વખતે તમામ વેદોનું જ્ઞાન મેળવ્યું હતું.
સૂર્ય દેવને જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. મકર સંક્રાંતિ પર તાંબાના વાસણોનું દાન કરવું જોઈએ.
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્યને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. જે લોકો દરરોજ નિયમિત રીતે સૂર્યને જળ ચઢાવે છે તેમની બુદ્ધિ પ્રખર હોય છે અને બુદ્ધિ સાથે સંબંધિત કામોમાં સફળતા મળે છે.
મકરસંક્રાંતિના સમયે જ સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જાય છે. આ વર્ષે 15 જાન્યુઆરીએ સૂર્ય ઉત્તરાયણ થઈ રહી છે. તેના પછી ઠંડી ઓછી થશે અને ગરમી વધવા લાગશે.
ઉત્તરાયણના સંબંધમાં માન્યતા છે કે મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે ઉત્તરાયણ પર જ દેહ ત્યાગ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.