રમા એકાદશી 21 ઓક્ટોબરે:આ દિવસે તલના પાણીથી સ્નાન કરવાનું અને દીપદાનથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આસો મહિનાની વદ એકાદશીને 'રમા એકાદશી' તરીકે ઓળખવામાં આવે છે, આ વર્ષ 21 ઓક્ટોબર એટલે કે શુક્રવારે રમા એકાદશીનું વ્રત કરવામાં આવશે, સ્કંધ, પદ્મ અને વિષ્ણુ પૂરાણમાં જણાવ્યા અનુસાર, આ એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ ને સાંજે દીપદાનનું પણ મહત્વ છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, જો આ એકાદશીનું વ્રત વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો ઉંમર વધે છે અને મોક્ષ મળે છે.

એકાદશીનું વ્રત વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો ઉંમર વધે છે અને મોક્ષ મળે છે.
એકાદશીનું વ્રત વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો ઉંમર વધે છે અને મોક્ષ મળે છે.

તલનું અનેરું મહત્વ
પૂરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રા જણાવે છે કે, એકાદશીમાં તલના ઉપયોગનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે. રમા એકાદશીના દિવસે સવારે પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. આ બાદ આ દિવસે તલનું દાન કરવું જોઈએ.

સાંજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજામાં તલના તેલનો દીવો કરવો જોઈએ. આ બાદ મંદિરો અને તુલસી પાસે પણ તલના તેલનો દીવો કરવો જોઈએ. આ ઉપાય કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.

રમા એકાદશી પર દાનનું અનેરું મહત્ત્વ
ડો.મિશ્રના જણાવ્યા અનુસારમ આ એકાદશીએ જરૂરિયાતમંદ લોકોને તલ, ગરમ કપડાં, ભોજન ગોળ, ચંપલ અને ફળનું દાન કરવું જોઈએ. આ દિવસે તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે, જેનાથી પાપ દૂર થાય છે. આ વ્રત કરનાર જો દાન કરે છે, તો તેમના પિતૃ તૃપ્ત થઇ જાય છે.

આ વ્રત કરવાથી દોષ દૂર થઇ જાય છે ને દરેક એકાદશીનું પુણ્ય મળે છે, જે વ્યક્તિ આ પવિત્ર એકાદશીનું વ્રત શ્રધ્ધાપૂર્વક કરે છે તે તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થાય છે.

એકાદશીના દિવસે શું કરવું જોઈએ?

  • વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને પવિત્ર સ્થળોએ સ્નાન કરવું જોઈએ. જો તમે આ કરી શકતા નથી તો ઘરમાં ગંગાજળ નાખીને સ્નાન કરો.
  • પીળા કપડાં પહેરીને પૂજા કરો. પૂજામાં પીળા ફૂલ અને પીળી મીઠાઈને સામેલ કરો.
  • વહેલી સવારે તુલસી, પીપળ અને આમળાના ઝાડ પાસે તલના તેલનો દીવો પ્રગટાવો.
  • સાંજના સમયે મંદિરોમાં તુલસી અને તલના તેલનો દીવો પ્રગટાવો.