શનિવાર, 21 જાન્યુઆરીએ મૌની અમાસ છે. પોષી અમાસે પૂજા-પાઠ, નદી સ્નાન, તીર્થ દર્શનની સાથે જ મૌન રહેવાનું પર્વ છે. મૌન રહેવાથી ધર્મલાભની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિ લાંબા સમય સુધી મૌન વ્રત ધારણ કરતા હતાં. મૌન રહીને કરવામાં આવેલ પૂજા અને ધ્યાન કરવાનું ફળ ઝડપથી પ્રાપ્ત થાય છે. મૌન રહેવાથી આપણી વાણીના દોષ દૂર થાય છે. આપણે મૌન રહીએ તો ખોટી વાતો બોલવાથી બચી શકીએ છીએ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આખા વર્ષમાં માત્ર આ એક એવું પર્વ છે જે આપણે મૌન રહેવાનું મહત્વ બતાવે છે. જ્યારે આપણે મૌન રહીએ છીએ તો મન શાંત રહે છે, મગજ તેજ ચાલે છે અને તણાવ દૂર થાય છે. મૌન રહેવાથી ઘર-પરિવારમાં વાદ-વિવાદો નથી થતાં. ગુસ્સામાં લોકો બોલતી વખતે અનિયંત્રિત થઈ જાય છે અને જૂના સંબંધો પણ તૂટી જાય છે. એટલા માટે ગુસ્સો આવે તે સમયે મૌન ધારણ કરી લેવામાં આવે તો મોટી-મોટી પરેશાનીઓથી બચી શકાય છે.
બોલીને મંત્ર જાપ કરવા કરતાં સારું છે કે મૌન રહીને મંત્ર જાપ કરવામાં આવે. મૌન રહીને જાપ કરવો અર્થાત્ ધ્યાન કરતાં કરતાં પોતાના ઈષ્ટદેવના મંત્રોનો જાપ કરવો અને તેમનું ધ્યાન કરવું.
મૈૌન વ્રતની સાથે જ અમાસ પર કરી શકો છો આ શુભ કામ
મૌની અમાસ પર મૌન વ્રત જરૂર ધારણ કરો. તેની સાથે જ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન, તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરો. કોઈ તીર્થની યાત્રા કરો. નદીમાં સ્નાન કરો. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજની સાથે જ કપડાંનું, જૂતાં-ચપ્પલનું દાન કરો. ગાયને ઘાસ, માછલીઓને લોટની ગોળીઓ, પક્ષીઓને દાણા ખવડાવો.
કોઈ મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો. પૂજા સામગ્રી જેવી કે કંકુ, ચોખા, ઘી, તેલ, રૂની બત્તીઓ, ગુગ્ગળ, હાર-ફૂલ, પ્રસાદ માટે મિઠાઈ વગરે. કોઈ મંદિરમાં ફૂલોથી શણગાર પર કરાવી શકો છો.
હનુમાનજીનો સિંદૂર અને ચમેલીના ફૂલોથી શણગાર કરો. ધૂપ-દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો.
શનિવલિંગ પર જળ, દૂધ અને પછી જળ ચઢાવો. ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરો. બિલીપત્ર, ધતુરો, આંકડાના ફૂલ વગેરે વસ્તુ ચઢાવો. દીવો પ્રગટાવી આરતી કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.