ઉત્પત્તિ એકાદશી:આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદ્મ, સ્કંદ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં એકાદશી વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે, શ્રીકૃષ્ણએ પણ યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્ત્વ જણાવ્યું છે

ધાર્મિક માન્યતાઓમાં એકાદશી તિથિને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 20 નવેમ્બરના રોજ ઉત્પત્તિ એકાદશી તિથિ છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે એકાદશી ભગવાન વિષ્ણુ દ્વારા પ્રગટ થયા છે અને કારતક મહિનાના વદ પક્ષના અગિયારમાં દિવસે થયા છે. ભગવાન વિષ્ણુ દ્વારા ઉત્પન્ન થવાના કારણે આ દિવસે ઉત્પત્તિ એકાદશી વ્રત કરવામાં આવે છે. કારતક મહિનાના દેવતા પણ ભગવાન વિષ્ણુ જ છે એટલે આ દિવસે વિષ્ણુજીની પૂજા અને વ્રત કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું શુભફળ મળે છે.

વિધિ-વિધાન સાથે પૂજા કરો
એકાદશી વ્રત સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરનાર સાધક બધા જ તીર્થનું ફળ પ્રાપ્ત કરે છે. વ્રતના દિવસે યોગ્ય વ્યક્તિને દાન આપવાનું પણ મહત્ત્વ છે. જે વ્યક્તિ નિર્જળા સંકલ્પ લઈને ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરે છે, તેને મોક્ષ અને ભગવાન વિષ્ણુ ધામની પ્રાપ્તિ થાય છે. આ વ્રત રાખવાથી વ્યક્તિના બધા જ પ્રકારના પાપનો નાશ થાય છે.

જે વ્યક્તિ નિર્જળા સંકલ્પ લઈને ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરે છે, તેને મોક્ષ અને ભગવાન વિષ્ણુ ધામની પ્રાપ્તિ થાય છે
જે વ્યક્તિ નિર્જળા સંકલ્પ લઈને ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરે છે, તેને મોક્ષ અને ભગવાન વિષ્ણુ ધામની પ્રાપ્તિ થાય છે

એકાદશીએ શું કરી શકાય
પદ્મ પુરાણ પ્રમાણે એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું મહત્ત્વ છે. આ તિથિએ પૂજા-પાઠ સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો. ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો. ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ.

આ તિથિએ જ એકાદશી ઉત્પન્ન થયા હતાં, એટલે તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે
આ તિથિએ જ એકાદશી ઉત્પન્ન થયા હતાં, એટલે તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે

એકાદશી વ્રત કથા
સતયુગની કથા છે. તે સમયે મુર નામના એક રાક્ષસે સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો હતો. ઇન્દ્રની મદદ માટે વિષ્ણુજીએ મુર દૈત્ય સાથે યુદ્ધ કર્યું. યુદ્ધના કારણે વિષ્ણુજી થાકી ગયાં. આ કારણે તેઓ બદ્રિકાશ્રમની એક ગુફામાં આરામ કરવા માટે જતાં રહ્યાં. ભગવાન પાછળ મુર દૈત્ય પણ પહોંચી ગયો.

વિષ્ણુજી સૂઇ રહ્યા હતાં, ત્યારે મુરે તેમના ઉપર પ્રહાર કર્યો, પરંતુ ત્યાં એક દેવી પ્રકટ થયા અને તેમણે મુર દૈત્યનો વધ કર્યો. જ્યારે વિષ્ણુજીની ઊંઘ પૂરી થઇ ત્યારે દેવીએ સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી. ત્યારે વિષ્ણુજીએ દેવીને વરદાન માંગવા માટે કહ્યું. દેવીએ માંગ્યું કે આ તિથિએ જે લોકો વ્રત-ઉપવાસ કરશે, તેમના પાપ નષ્ટ થઇ જાય, બધાનું કલ્યાણ થાય. ત્યારે ભગવાને તે દેવીને એકાદશી નામ આપ્યું. આ તિથિએ જ એકાદશી ઉત્પન્ન થયા હતાં, એટલે તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...