18મીએ પુત્રદા એકાદશી:આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે વ્રત-ઉપવાસ કરવાથી સંતાન સુખ અને સમૃદ્ધિ મળે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ એકાદશી અંગે ભગવાન શ્રીકૃષ્ણજીએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું, દ્વાપર યુગ સાથે આ વ્રતની કથા જોડાયેલી છે

શ્રાવણ મહિનામાં આવતી પુત્રતા એકાદશી 18 ઓગસ્ટના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે વ્રત અને ઉપવાસ કરવાની પરંપરા છે. પુરાણોમાં આ સાથે પોષ મહિનાની એકાદશીને પણ ખાસ માનવામાં આવે છે. કેમ કે, આ બંને વ્રતથી સંતાન સુખ અને સમૃદ્ધિ મળે છે. એટલે આ બંનેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે.

શ્રાવણ પુત્રદા એકાદશી 11 ઓગસ્ટઃ-

એકાદશી તિથિની શરૂઆતઃ સવારે 4-00 વાગે (18 ઓગસ્ટ)

એકાદશી તિથિ પૂર્ણઃ- રાતે 01-20 (19 ઓગસ્ટ)

વ્રત વિધિઃ-
એકાદશી વ્રતની તૈયારી દશમ તિથિથી કરવામાં આવે છે. દશમના દિવસે વ્રતીએ સાત્વિક ભોજન કરવું જોઇએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુના બાળ ગોપાળ સ્વરૂપની પૂજા કરવી. સાથે જ, એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો. રાત્રે ભજન-કીર્તન કરીને જાગરણ કરવું જોઇએ. ત્યાર બાદ બારસ તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઇએ. ત્યાર બાદ વ્રતના પારણા કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ભોજન કરાવીને કરવાં. દાન-દક્ષિણા આપવી.

વ્રત કથાઃ-
આ એકાદશી વ્રત વિશે યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણને જણાવ્યું કે, દ્વાપર યુગમાં મહિષ્મતીપુરીનો રાજા મહીજીત પુત્ર વિહીન હતો. રાજાના શુભચિંતકોએ આ વાત માહમુનિ લોમેશને જણાવી તો તેમણે જણાવ્યું કે, રાજન પૂર્વ જન્મમાં એક વૈશ્ય હતાં. આ એકાદશીના દિવસે બપોરના સમયે તેઓ એક જળાશય પર પહોંચ્યાં. ત્યાં ગરમીથી પીડિત એક ગાયને પાણી પીતી જોઇે તેમણે તેને રોકી દીધી અને સ્વયં પાણી પીવા લાગ્યાં. તે એક પાપના કારણે આજે તેઓ સંતાન વિહીન છે. મહામુનિએ જણાવ્યું કે, રાજાના શુભચિંતક જો શ્રાવણ સુદ પક્ષની એકાદશી તિથિએ વિધિ પૂર્વક વ્રત કરે અને તેનું પુણ્ય રાજાને આપે તો નિશ્ચિત જ તેમને સંતાનની પ્રાપ્તિ થશે. મુનિના નિર્દેશાનુસાર રાજા સાથે-સાથે પ્રજાએ પણ આ વ્રત રાખ્યું. થોડાં સમય બાદ રાણીએ પુત્રને જન્મ આપ્યો.