ચૈત્ર અમાસ:મંગળવારે પાણીમાં ગંગાજળ અને તલ મિક્સ કરીને સ્નાન કરવાથી બીમારીઓ દૂર થઈ શકે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૈત્ર અમાસના દિવસે પિતૃઓ શ્રાદ્ધથી તૃપ્ત થાય છે અને જળ દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળી શકે છે

11 મે, મંગળવારના રોજ ચૈત્ર મહિનાની અમાસ છે. આ દિવસે પ્રદોષ કાળ એટલે સાંજના સમયે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી અને બીમારીઓથી છુટકારો મળી શકે છે. પૌરાણિક કથા પ્રમાણે આ પર્વમા પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળી શકે છે. દક્ષિણ ભારતમા ચૈત્ર અમાસના દિવસે શનિ જયંતી પણ ઊજવવામાં આવે છે. એટલે આ દિવસે શનિદેવની પૂજા અને આરાધનાનું પણ મહત્ત્વ છે. સાથે જ ચૈત્ર મહિનાની અમાસના દિવસે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ચૈત્ર અમાસના દિવસે આ કામ કરોઃ-
ચૈત્ર અમાસના દિવસે વ્રત કરવું જોઈએ. આવું કરવાથી સંયમ, આત્મબળ અને આત્મવિશ્વાસ વધે છે. આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને પાણીમા ગંગાજળ અને તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના દોષ અને બીમારીઓ દૂર થવા લાગે છે. તે પછી પાણીમા તલ મિક્સ કરીને સૂર્યને અર્ઘ્ય આપવાથી ગ્રહ દોષ દૂર થાય છે. પછી પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી બીમારીઓથી છુટકારો મળી શકે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું જોઈએ. આ દિવસે કરવામાં આવેલ અનાજ અને જળદાનથી અનેક યજ્ઞનું ફળ મળી શકે છે.

અમાસના દિવસે અડદનું સેવન કરવું નહીંઃ-
અમાસના દિવસે અડદ કે તેનાથી બનેલી કોઇપણ વસ્તુનું સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે માંસાહાર અને કોઇપણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં. ભોગ અને વિલાસિતાથી બચવાની કોશિશ કરવી જોઈએ. માંગલિક કાર્યો, શુભ કામ માટે ખરીદદારી અને નવા કામની શરૂઆત કરવી જોઈએ નહીં.

ચૈત્ર અમાસઃ પૌરાણિક કથાઃ-

  • ચૈત્ર અમાસના મહત્ત્વ સાથે જોડાયેલી પૌરાણિક કથા પ્રમાણે ધર્મવર્ણ નામના એક બ્રાહ્મણ હતા. એકવાર તેમણે કોઇ મહાત્માના મુખથી સાંભળ્યું કે કળિયુગમાં ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાથી વધારે પુણ્ય કોઇપણ કામમાં મળતું નથી.
  • તે પછી ધર્મવર્ણએ સાંસારિક જીવન છોડી દીધું અને સંન્યાસ લઇને ભ્રમણ કરવા લાગ્યો. એક દિવસ ફરતા-ફરતા તે પિતૃલોક પહોંચ્યો. ત્યાં તેમના પિતૃઓ ખૂબ જ કષ્ટમા હતાં. પિતૃઓએ જણાવ્યું કે તેમની આવી સ્થિતિ ધર્મવર્ણના સંન્યાસના કારણે થઈ છે. કેમ કે પિતૃઓ માટે પિંડદાન કરનાર કોઈ હતું નહીં.
  • પિતૃઓએ કહ્યું જો તમે પાછા ફરીને ગૃહસ્થ જીવનની શરૂઆત કરો, સંતાન ઉત્પન્ન કરો અને સાથે જ ચૈત્ર અમાસના દિવસે વિધિ-વિધાનથી પિંડદાન કરો. તો અમને રાહત મળી શકે છે.
  • ધર્મવર્ણએ તેમને વચન આપ્યું કે તેઓ પિતૃઓની આ ઇચ્છા પૂર્ણ કરશે. તે પછી તેમણે સંન્યાસી જીવન છોડીને ફરીથી સાંસારિક જીવન અપનાવ્યું અને ચૈત્ર અમાસના દિવસે વિધિ-વિધાનથી પિંડદાન કરી પોતાના પિતૃઓને મુક્તિ અપાવી.