તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મત્સ્ય બારસ:આ દિવસે ભગવાન વિષ્ણુએ વેદોની રક્ષા માટે માછલીનું સ્વરૂપ લઇને દૈત્ય હયગ્રવીને માર્યો હતો

4 મહિનો પહેલા
  • આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા મત્સ્ય એટલે માછલી સ્વરૂપમાં કરવામાં આવે છે

હિંદુ પંચાંગ પ્રમાણે માગશર મહિનાના સુદ પક્ષની બારસ તિથિને મત્સ્ય બારસ તરીકે ઊજવવામાં આવે છે. આ વ્રત આજે કરવામાં આવી રહ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુજીએ મત્સ્ય એટલે માછલીનું સ્વરૂપ લઇને રાક્ષસ હયગ્રીવને માર્યો હતો અને વેદોની રક્ષા કરી હતી. આ કારણે આ તિથિએ ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની પૂજા કરવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર માનવામાં આવે છે. મત્સ્ય પુરાણ પ્રમાણે આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.

​​​​​​​

મત્સ્ય અવતારનું મહત્ત્વઃ-

ભગવાન વિષ્ણુજીના 12 અવતારમાં પ્રથમ અવતાર મત્સ્ય અવતાર છે. મત્સ્ય બારસના દિવસે ભગવાન શ્રી વિષ્ણુજી ભક્તોના સંકટ દૂર કરે છે તથા ભક્તોના બધા કાર્યો સિદ્ધ કરે છે.

પૂજા વિધિઃ-
સવારે જલ્દી જાગીને સ્નાન કરી આ દિવસે ભગવાન શ્રી હરી વિષ્ણુજીના નામથી ઉપવાસ રાખી પૂજા-અર્ચના અને આરાધના કરવી જોઇએ. પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરવો જોઇએ.

મંત્ર: ૐ મત્સ્યરૂપાય નમઃ॥ આ મંત્રનો જાપ કરો.

મત્સ્ય બારસના દિવસે જળાશય કે નદીઓમાં માછલીને ચારો નાખવો જોઇએ.

મત્સ્ય અવતારની કથાઃ-
સનાતન ધર્મના ધાર્મિક ગ્રંથો પ્રમાણે એકવાર બ્રહ્માજીની અસાવધાનીથી દૈત્ય હયગ્રીવે વેદોને ચોરી લીધા હતાં. હયગ્રીવ દ્વારા વેદને ચોરી લેવાના કારણે જ્ઞાન લુપ્ત થઇ ગયું. દરેક લોકમાં અજ્ઞાનતાનો અંધકાર ફેલાઇ ગયો. ત્યારે ભગવાન વિષ્ણુજીએ ધર્મની રક્ષા માટે મત્સ્ય અવતાર ધારણ કરી દૈત્ય હયગ્રીવનો વધ કર્યો અને વેદોની રક્ષા કરી તથા ભગવાન બ્રહ્માજીને વેદ સોંપી દીધું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો