તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાદ્ધ અને વ્રતની અમાસ 9 જુલાઈએ:આ દિવસે ભગવાન વિષ્ણુ, શિવ, અને પિતૃઓની સાથે પીપળાની પૂજા કરવાની પણ પરંપરા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમાસના દિવસે પિતૃઓ ચંદ્ર પાસેથી અમૃતપાન કરે છે અને હવાના સ્વરૂપમાં શ્રાદ્ધ લેવા પોતાના પરિવારની પાસે આવે છે

શુક્રવારે 9 જુલાઈના રોજ સૂર્યોદય પહેલા જ અમાસની તિથિની શરૂઆત થઈ જશે. જે બીજા દિવસ સુધી રહેશે. આ જેઠ અમાસ પર વ્રત અને શ્રાદ્ધ કરવામાં આવે છે. તે ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુ, શિવ અને પિતૃઓની સાથે પીપળાની પૂજાની પરંપરા છે. આ પર્વ પર પિતૃ પૂજા કરવાથી પરિવારના લોકોની ઉંમર અને સુખ-સમૃદ્ધિ પણ વધે છે. આ દિવસે કરવામાં આવેલા વ્રતથી ઘણા પ્રકારના દોષ પણ દૂર થાય છે.

પિતૃ પૂજાનો દિવસ
અમાસની તિથી પર પિતૃઓ ચંદ્ર પાસેથી અમૃતપાન કરે છે અને એક મહિના સુધી તેનાથી સંતુષ્ટ રહે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે અમાસના દિવસે પિતૃઓ વાયુ રીતે સૂર્યાસ્ત સુધી ઘરના દરવાજા પર રહે છે અને તેમના કુળના લોકો પાસેથી શ્રાદ્ધ કરવાની ઇચ્છા રાખે છે. આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને પૂજા કરવાથી પરિવારના લોકોની ઉંમર અને સુખ-સમૃદ્ધિ વધે છે. અમાસના દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધથી એક મહિના સુધી પિતૃઓ સંતુષ્ટ રહે છે.

સૂર્ય-ચંદ્રમાંથી અમાસ બની
કૃષ્ણ પક્ષ શરૂ થતાં જ ચંદ્ર, સૂર્યની તરફ આગળ વધતો જાય છે. પછી કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ પર સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે અને આ બંને ગ્રહોની વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઈ જાય છે. સંસ્કૃતમાં અમાનો અર્થ થાય છે સાથ અને વસનો અર્થ થાય છે સાથે રહેવું. તેથી આ દિવસે સૂર્ય-ચંદ્ર એક સાથે રહેવાથી કૃષ્ણ પક્ષના 15મા દિવસે અમાસ તિથિ આવે છે.

જેઠ મહિનાની અમાસ પર શું કરવું અને શું ન કરવું

  1. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થ સ્થાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપાર છે. પરંતુ મહામારીના કારણે ઘરે જ પાણીમાં ગંગાજળના કેટલાક ટીપાં નાખીને સ્નાન કરવાથી એટલું જ પુણ્ય મળશે.
  2. આખો દિવસ વ્રત અથવા ઉપવાસની સાથે પૂજા-પાઠ અને શ્રદ્ધાનુસાર દાન કરવાનો સંકલ્પ લો.
  3. આખામાં ઘરમાં સફાઈ કર્યા બાદ ગંગાજળ અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો.
  4. સવારે વહેલા ઉઠીને પીપળાના ઝાડ પર જળ ચઢાવવું.
  5. પીપળા અને વડના વૃક્ષની 108 પરિક્રમા કરવાથી ગરીબી દૂર થાય છે.
  6. ત્યારબાદ શ્રદ્ધા અનુસાર, દાન કરો. માનવામાં આવે છે કે અમાસના દિવસે મૌન રહેવાની સાથે સ્નાન અને દાન કરવાથી હજાર ગાયોના દાન કરવા જેટલું ફળ મળે છે.
  7. તામસિક ખોરાક એટલે કે લસણ-ડુંગળી અને માંસથી દૂર રહો
  8. કોઈપણ પ્રકારનો નશો ન કરવો અને પતિ-પત્નીએ એક જ પલંગ પર ન સૂવું જોઈએ.