તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે અમાસ:આ તિથિએ સૂર્યની અમા નામની કિરણમા ચંદ્ર રહે છે, આ દિવસે પિતૃઓ માટે કરવામા આવેલ દાનનું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી

3 મહિનો પહેલા
  • અમાસ તિથિમાં પિતૃઓ અમૃતપાન કરીને એક મહિના સુધી સંતુષ્ટ રહે છે

આજે ચૈત્ર મહિનાની અમાસ છે. ધર્મગ્રંથોમાં અમાસને પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ પિતૃઓની વિશેષ પૂજા થાય છે. જ્યોતિષની દૃષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે. આ બંને ગ્રહોની વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઇ જાય છે. દર મહિનાની અમાસે કોઇને કોઇ વ્રત કે પર્વ ઉજવવામાં આવે છે. આ તિથિ પિતૃઓની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. એટલે આ દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

મત્સ્ય પુરાણઃ અમાવસુ પિતૃના કારણે અમાસ નામ પડ્યું-
મત્સ્ય પુરાણના 14માં અધ્યાયની કથા પ્રમાણે પિતૃઓની એક માનસ કન્યા હતી. તેણે ખૂબ જ કઠોર તપસ્યા કરી. તેને વરદાન આપવા માટે વદ પક્ષની પંદરમી તિથિએ બધા જ પિતૃગણ આવ્યાં. તેમાં ખૂબ જ સુંદર અમાવસુ નામના પિતૃને જોઇને તે કન્યા આકર્ષિત થઇ ગઇ અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ અમાવસુ લગ્ન માટે ના પાડી દીધી. અમાવસુના ધૈર્યના કાણે તે દિવસની તિથિ પિતૃઓ માટે ખૂબ જ પ્રિય થઇ. ત્યારથી જ અમાવસુના નામથી આ તિથિ અમાસ કહેવાઇ.

અમાસ તિથિમાં પિતૃઓ અમૃતપાન કરીને એક મહિના સુધી સંતુષ્ટ રહે છે
અમાસ તિથિમાં પિતૃઓ અમૃતપાન કરીને એક મહિના સુધી સંતુષ્ટ રહે છે

સૂર્યની અમા નામની કિરણમાં ચંદ્ર રહે છેઃ-
વિષ્ણુ, મત્સ્ય અને ગરુડ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, વદ પક્ષની બીજથી ચૌદસ તિથિ સુધી દેવતાઓ ચંદ્ર પાસેથી અમૃતપાન કરે છે. ત્યાર બાદ ચંદ્ર સૂર્યમંડળમાં પ્રવેશ કરે છે અને સૂર્યની અમા નામની કિરણમાં ચંદ્ર રહે છે. આ તિથિ જ અમાસ કહેવાય છે. આ તિથિમાં પિતૃઓ અમૃતપાન કરીને એક મહિના સુધી સંતુષ્ટ રહે છે. સાથે જ, પિતૃગણ અમાસના દિવસે વાયુ સ્વરૂપે સૂર્યાસ્ત સુધી ઘરના દરવાજા ઉપર રહે છે અને પોતાના કુળના લોકો પાસેથી શ્રાદ્ધની ઇચ્છા રાખે છે. આ દિવસે પિતૃપૂજા કરવાથી ઉંમર વધે છે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

અમાસ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતોઃ-

  • જ્યોતિષમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે. એટલે આ તિથિમાં કરેલાં કામનું ફળ મળતું નથી.
  • અમાસના દિવસે મહત્ત્વપૂર્ણ ખરીદી-વેચાણ અને દરેક પ્રકારના શુભકામ કરવામાં આવતાં નથી. આ તિથિમાં પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ છે.
  • જ્યોતિષમાં અમાસને શનિદેવની જન્મ તિથિ માનવામાં આવે છે.
  • આ તિથિમાં પિતૃઓના ઉદેશ્યથી કરવામાં આવેલું દાન અક્ષય ફળદાયક રહે છે.
  • સોમવાર અને ગુરુવારે આવતી અમાસને શુભ માનવામાં આવે છે.
  • રવિવારે અમાસ હોવું અશુભ મનાય છે.
  • આ તિથિએ ભગવાન શિવ અને પાર્વતી દેવીની વિશેષ પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.