વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિ 8 મેના રોજ શરૂ થશે અને બીજા દિવસ સુધી રહેશે. એટલે થોડી જગ્યાઓએ આ વ્રત રવિવારે તો થોડી જગ્યાએ સોમવારે પણ કરવામાં આવશે. આ દિવસે દેવી દુર્ગાની ખાસ પૂજા કરવાનું વિધાન છે. દેવી પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ અપરાજિતા સ્વરૂપમાં દેવીની પૂજા કરવાથી દરેક પ્રકારની ચિંતા દૂર થાય છે. આ દિવસે દેવી પૂજા કરવાથી બીમારીઓથી છુટકારો પણ મળવા લાગે છે.
આઠમ તિથિ 8 અને 9 મે
વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિ 8 મેના રોજ સાંજે લગભગ 5 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સાંજે સાડા 6 વાગ્યા સુધી રહેશે. મંગળવારે આઠમ તિથિમાં સૂર્યોદય થવાથી આ વ્રત 9 મેના રોજ કરવામાં આવશે.
આઠમ તિથિ શરૂઃ- 8 મે, રવિવારે સાંજે 5 વાગ્યાથી શરૂ
આઠમ તિથિ પૂર્ણઃ- 9 મે, સોમવારે સાંજે 06.30 વાગે પૂર્ણ
અપરાજિતા પૂજા
દર મહિનાના સુદ પક્ષની આઠમ તિથિને દુર્ગાષ્ટમી વ્રત કરવાનું વિધાન છે. આ વખતે 8 અને 9 મેના રોજ વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ શ્રી દુર્ગાષ્ટમીનું વ્રત કરવામાં આવશે. ગ્રંથોમાં વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે માતા દુર્ગાના અપરાજિતા સ્વરૂપની પ્રતિમાને કપૂર અને જટામાસી મિક્સ કરેલાં જળથી સ્નાન કરાવવું અને સ્વયં આંબાના રસથી નાહવાનું મહત્ત્વ છે. જો એવું શક્ય ન હોય તો પાણીમાં આંબાના રસના થોડા ટીપા અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.
બગલામુખી પ્રાકટ્ય દિવસ
વૈશાખ સુદ પક્ષની આઠમ તિથિએ દેવી બગલામુખીના અવતરણના દિવસ સ્વરૂપે ઊજવવામાં આવે છે. આ દિવસે બગલામુખી જયંતી પણ છે. દેવી બગલામુખી દસ મહાવિદ્યાઓમાંથી એક છે. તેમની ઉત્પત્તિ સૌરાષ્ટ્રના હરિદ્રા નામના સરોવરમાંથી થઈ હોવાનું માનવામા આવે છે. માતા બગલામુખીને શત્રુનાશની દેવી પણ કહેવામાં આવે છે. તેમની દૃષ્ટિથી કોઈપણ દુશ્મન બચી શકતો નથી. એટલે માતા બગલામુખીની પૂજા દુશ્મનોથી મુક્તિ મેળવવા માટે, કોઇને પોતાના વશમાં કરવા માટે અને પોતાના કાર્યોમાં વિજય પ્રાપ્ત કરવા માટે, કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં પોતાનો વિજય નિશ્ચિત કરવા માટે રામબાણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.