• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • On The Special Day Of Navratri Festival, Durgashtami Will Be Celebrated In Sukarma Yoga On October 13 And Mahanavami Will Be Worshiped In Ravi Yoga On October 14.

શક્તિ પર્વનો ખાસ દિવસ:આજે સુકર્મા યોગમાં દુર્ગાષ્ટમી ઊજવાશે અને 14મીએ રવિયોગમાં મહાનોમની પૂજા થશે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઠમ તિથિ યશ-કીર્તિ અને સમૃદ્ધિ આપે છે, મન્વાદિ તિથિ હોવાથી નોમના દિવસે શ્રાદ્ધ અને સ્નાન-દાનની પરંપરા છે

આ વખતે શારદીય નોરતા આઠ દિવસમાં પૂર્ણ થઈ જશે. આ આઠ દિવસોમાં શક્તિ પર્વની મહાષ્ટમી તિથિએ કન્યા અને દેવી મહાપૂજા બુધવારે સુકર્મા યોગમાં કરવામાં આવશે. ત્યાં જ, મહાનોમ તિથિની પૂજા ગુરુવારે રવિયોગમાં કરવામાં આવશે. નવરાત્રિની આ બે તિથિને દેવી પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસોમાં કન્યા પૂજા, હવન અને ચોક્કસ કાળ એટલે મધ્યરાત્રિએ કરવામાં આવતી પૂજા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ વખતે ત્રીજ અને ચોથ તિથિ એક જ દિવસે હોવાથી શક્તિની આરાધનાનો પર્વ નવ દિવસની જગ્યાએ આઠ દિવસનો હતો. 13 ઓક્ટોબરે આઠમ તિથિ રાતે 11.20 સુધી રહેશે. એટલે કન્યા પૂજન અને દેવી આરાધના બુધવારે થશે. ત્યાં જ, નોમ તિથિ 14 ઓક્ટોબરે રાતે 9.27 કલાક સુધી રહેશે. એટલે નોમ તિથિએ થતી દેવી મહાપૂજા ગુરુવારે કરવામાં આવશે.

દુર્ગાષ્ટમી તિથિ-
આઠમ તિથિ - 12 ઓક્ટોબર રાતે 01.25 કલાકે શરૂ
આઠમ તિથિ પૂર્ણ- 13 ઓક્ટોબર રાતે 11.20 સુધી

નોમ તિથિ-
નોમ તિથિ - 13 ઓક્ટોબર રાતે 11.21 કલાકે શરૂ
નોમ તિથિ પૂર્ણ- 14 ઓક્ટોબર સાંજે 09.27 સુધી

આઠમ તિથિ યશ-કીર્તિ અને સમૃદ્ધિ આપે છે, મન્વાદિ તિથિ હોવાથી નોમના દિવસે શ્રાદ્ધ અને સ્નાન-દાનની પરંપરા છે
આઠમ તિથિ યશ-કીર્તિ અને સમૃદ્ધિ આપે છે, મન્વાદિ તિથિ હોવાથી નોમના દિવસે શ્રાદ્ધ અને સ્નાન-દાનની પરંપરા છે

આઠમ અને નોમના દિવસે કન્યા પૂજન-
કાશી વિદ્વત પરિષદના મંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે કન્યા પૂજનથી એક દિવસ પહેલાં કન્યાઓને પોતાના ઘર જમવા માટે આમંત્રણ આપવું જોઈએ. તેના માટે તેમને કંકુનું તિલક કરવું અને પીળા ચોખા સાથે દક્ષિણા પણ આપો. તેના માટે બે વર્ષની ઉંમરથી 10 વર્ષ સુધી કન્યાઓને પૂજા માટે આમંત્રણ આપવું જોઈએ.

નવરાત્રિની આઠમઃ યશ-કીર્તિ અને સમૃદ્ધિ આપનારી તિથિ-
દર મહિને સુદ પક્ષની આઠમ તિથિએ માસિક દુર્ગા આઠમનું વ્રત કરવામાં આવે છે પરંતુ નવરાત્રિમાં આવતી આઠમનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. તેને મહાઅષ્ટમીના નામે પણ ઓળખવામાં આવે છે. આ તિથિ પરમ કલ્યાણકારી અને યશ-કીર્તિ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રિમાં માતા દુર્ગાની વિધિવત પૂજા કરવાથી બધા કષ્ટોનો નાશ થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સાથે જ આઠમ તિથિએ કુમારી પૂજન પણ કરવામાં આવે છે.

માન્યતા છે કે નવરાત્રિમાં માતા દુર્ગાની વિધિવત પૂજા કરવાથી બધા કષ્ટોનો નાશ થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે
માન્યતા છે કે નવરાત્રિમાં માતા દુર્ગાની વિધિવત પૂજા કરવાથી બધા કષ્ટોનો નાશ થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે

મહાનોમના દિવસે દેવી માતા બધી જ સિદ્ધિઓ આપે છે-
નવરાત્રિના છેલ્લાં દિવસે એટલે મહાનોમના દિવસે બધી જ સિદ્ધિ પ્રદાન કરતી માતા સિદ્ધિદાત્રીનું પૂજન કરવામાં આવશે. આઠમ તિથિ જેમ જ નવરાત્રિમાં નોમ તિથિનું પણ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાના નવ સ્વરૂપોની પ્રતીક નવ કન્યાઓ અને એક બાળક બટુક ભૈરવના સ્વરૂપ તરીકે પોતાના ઘરે આમંત્રણ આપીને પૂજન કરવું જોઈએ. સાથે જ, જો દેવી સરસ્વતીની સ્થાપના કરી હોય તો તેમનું વિસર્જન નોમ તિથિએ કરવામાં આવી શકે છે. આ મન્વાદિ તિથિ હોવાના કારણે આ દિવસે શ્રાદ્ધનું પણ વિધાન છે. આ તિથિએ સવારે જલ્દી સ્નાન કરીને આખો દિવસ શ્રદ્ધાપ્રમાણે દાન કરવાની પરંપરા છે.