ગુરુવારે, 19 ઓગસ્ટની રાત્રે સૂર્ય, ગુરુ અને પૃથ્વી એક સીધી રેખામાં આવશે. આ ખગોળીય ઘટના 13 મહિનામાં એકવાર બને છે. ખગોળ વિજ્ઞાનના જાણકાર સારિકા ઘારુએ જણાવ્યું કે, તેને જ્યુપિટર એટ અપોઝિશન કહેવામાં આવે છે. આજે રાત્રે ગુરુ અને પૃથ્વીની વચ્ચેનું અંતર વર્ષમાં સૌથી ઓછું રહેશે. સૂર્ય અને ગુરુની વચ્ચે પૃથ્વી આવી જશે.
સૌથી મોટો ગ્રહ હોવાને કારણે ગુરુ હંમેશાં ચમકદાર રહે છે, પરંતુ આજે રાત્રે પૃથ્વીની નજીક હોવાથી આ ગ્રહ વધારે ચમકદાર દેખાશે. 9 ઓગસ્ટની રાત્રે ગુરુ ગ્રહ પૂર્વ દિશામાં ઉદય કરશે, મધ્યરાત્રિમાં આ ગ્રહ માથાની બરાબર ઉપર દેખાશે. સવારે આ ગ્રહ પશ્ચિમ દિશામાં અસ્ત થઈ જશે. 22 ઓગસ્ટની સાજે ચંદ્ર પણ જ્યુપિટરની નજીક જોવા મળશે.
સારિકાએ જણાવ્યું કે, જ્યુપિટર એટ અપોઝિશનની ઘટનાના સમયે જ્યુપિટર પૃથ્વીથી લગભગ 60 કરોડ કિમી દૂર રહેશે. ત્યારબાદ આ ઘટના 13 મહિના પછી 27 સપ્ટેમ્બર 2022ના રોજ થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.