ફાગણી પૂનમ બે દિવસ:6 અને 7 માર્ચની સવારે બાળ ગોપાલની મૂર્તિ પર જળાભિષેક કરો, અને સાંજે તુલસીનાં ક્યારા અને હોળી પાસે દીવો પ્રગટાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે પંચાંગ ભેદના કારણે હોળીકા દહન કેટલીક જગ્યાએ 6 માર્ચે અને કેટલીક જગ્યાએ 7 માર્ચે ઉજવાશે, 8 માર્ચના રોજ ધુળેટી ઉજવાશે. 6 અને 7 માર્ચના રોજ ફાગણ મહિનાની પુનમના કારણે બે દિવસ વિશેષ પૂજા-અર્ચના કરી શકાશે.

ઉજ્જૈનના જ્યોતિષી પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, હોળીકા દહન અને ધુળેટી એ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાના વિશેષ તહેવારો છે. ફાગણી પૂર્ણિમાના દિવસે વિષ્ણુના રૂપમાં ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી જોઈએ. આ તહેવારની સાંજે તુલસી પાસે અને હોળી પાસે દીવો પ્રગટાવવો જોઈએ

આ રીતે બાળ ગોપાલનો અભિષેક કરવો

  • પૂનમના દિવસે સવારે વહેલા જગ્યા પછી સ્નાન સુર્યનારાયણને અર્ઘ્ય આપવું ત્યારબાદ ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરો.
  • સૌથી પહેલા ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્રો, હાર અને પુષ્પ અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને નૈવૈદ્ય ધરાવો અને આરતી કરો. ગણેશ પૂજા પછી બાળ ગોપાલની પૂજા કરો.
  • પૂર્ણિમાના દિવસે બાળ ગોપાલને પંચામૃતથી અભિષેક કરાવવો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે.
  • બાળ ગોપાલને પહેલા જળથી પછી પંચામૃતથી અને પછી શુદ્ધ પાણીથી સ્નાન કરાવો.
  • સ્નાન કરાવ્યા બાદ ભગવાનને પીળા રંગના વાઘા પહેરાવો, માળા અને ફૂલોથી સુશોભિત કરો
  • ફળ, મીઠાઈ,નારાછડી , નારિયેળ, દક્ષિણા વગેરે જેવી શુભ વસ્તુઓ અર્પણ કરો. માખણ-મીશ્રીમાં તુલસીના પત્તા મુકો
  • ધૂપ અને દીવા પ્રગટાવીને આરતી કરો. પૂજામાં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
  • પૂજામાં અજાણતાં થયેલી ભૂલ માટે માફી માગો. ઘરની આસપાસના અન્ય ભક્તોને પ્રસાદ વહેંચો અને જાતે ગ્રહણ કરો

આ શુભ કાર્ય પૂનમનાં દિવસે પણ કરી શકાય છે
પૂનમનાં દિવસે શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરો. અભિષેક કર્યા પછી, બીલીના પાન અને ફૂલોથી શણગારો. ચંદનથી તિલક કરો. ધતુરાના ફૂલ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ધૂપ અને દીવા પ્રગટાવીને આરતી કરો.
હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમારી પાસે પૂરતો સમય હોય, તો તમે સુંદરકાંડનો પાઠ કરી શકો છો.
જરૂરિયાતમંદ લોકોને પૈસા, અનાજ, વસ્ત્ર, ચંપલનું દાન કરો. ગૌશાળામાં ગાયોની સંભાળ માટે લીલું ઘાસ અને પૈસાનું દાન કરો.