તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ સપ્તાહના તિથિ-તહેવાર:7 એપ્રિલે એકાદશી અને 9મીએ પ્રદોષ વ્રત સાથે વારૂણી પર્વ ઊજવવામાં આવશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ હરિહર પૂજાનો સંયોગ, એકાદશીએ ભગવાન વિષ્ણુ અને તે પછી વારૂણી પર્વમાં શિવજીની પૂજા કરવાની પરંપરા

આ સપ્તાહ 7 એપ્રિલના રોજ પાપમોચની એકાદશી વ્રત કરવામાં આવશે. પછી 9 એપ્રિલના રોજ પ્રદોષ વ્રતમાં શિવપૂજા કરવામાં આવશે. આ દિવસે ફાગણ મહિનાના વગ પક્ષની તેરસ તિથિ હોવાથી વારૂણી પર્વ પણ ઊજવવામાં આવશે. ધર્મસિંધુ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ પર્વમાં તીર્થ સ્નાન અને દાન કરવાથી અનંત ગણું શુભ ફળ મળે છે. જે અનેક યજ્ઞ અને મોટા પર્વમાં દાન સમાન હોય છે. તેના પછીના દિવસે શિવ ચૌદશ વ્રત કરવામાં આવશે.

7 એપ્રિલના રોજ પાપમોચની એકાદશીઃ-

ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશીને પાપ મોક્ષિની એકાદશી કહેવામાં આવે છે. આ તિથિ ખાસ કરીને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા કરવી વિશેષ ફળદાયી હોય છે. પાપ મોક્ષિની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે, જે હોળી અને નવરાત્રિની વચ્ચે આવે છે. આ દિવસે અનેક લોકો વ્રત રાખવાની સાથે ભગવાન સત્યનારાયણની કથા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરે છે. નામ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરનાર તમામ મનુષ્યોને પાપમાંથી મુક્તિ મળે છે.

9 એપ્રિલે પ્રદોષ વ્રતઃ-

ભગવાન શિવને સૌથી વધારે પ્રિય કોઇ વ્રત હોય તો તે પ્રદોષ વ્રત છે. આ વખતે પ્રદોષ વ્રત શુક્રવારે આવી રહ્યું છે, જે શુક્ર પ્રદોષનો શુભ સંયોગ બનાવી રહ્યું છે. શાસ્ત્રો પ્રમાણે, પ્રદોષ વ્રત કરવાથી ભગવાન શિવની કૃપા જલ્દી જ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરનારને દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ, ભોગ અને ઐશ્વર્યશાળી જીવન મળે છે. ભગવાન શિવની કૃપાથી લગ્નજીવન પણ સુખી થાય છે અને લાંબી ઉંમર સાથે સારું સ્વાસ્થ્ય પણ મળે છે.

9 એપ્રિલે વારૂણી પર્વઃ-

વારૂણી યોગમાં ગંગા, યમુના, નર્મદા, કાવેરી, ગોદાવરી સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ શુભયોગમાં હરિદ્વાર, ઇલાહાબાદ, વારણસી, ઉજ્જૈન, રામેશ્વર, નાસિક વગેરે તીર્થમાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ સ્નાનથી દરેક પ્રકારના સુખ મળે છે. વારૂણી યોગમાં ભગવાન શિવની પૂજાથી મોક્ષ મળે છે. આ દિવસે મંત્ર જાપ, યજ્ઞ, કરવાનું પણ મહત્ત્વ છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે કરવામાં આવતા યજ્ઞનું ફળ હજાર યજ્ઞ જેટલું મળે છે. જો પવિત્ર નદીઓમાં સ્નાન કરી શકો નહીં તો ઘરમાં જ પવિત્ર નદીઓનો જાપ કરીને સ્નાન કરવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો