• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • On Sharad Purnima, The Astrologers Say That On The Morning Of 20, Do Bath Donation And Keep Kheer In The Light Of The Moon At Night.

શરદ પૂનમે પંચાંગ ભેદ:20 ઓક્ટોબરે સવારે સ્નાન-દાન કરવું અને રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માન્યતાઃ શરદ પૂનમના દિવસે જ સોમરસ બનતો હતો, આ રાતે ચંદ્રના કિરણોને રાવણ પોતાની નાભિમાં લેતો હતો

ધર્મગ્રંથોમાં શરદ ઋતુમાં આવતી પૂનમ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તિથિએ ચંદ્રના પ્રકાશમાં ઔષધીય ગુણ આવી જાય છે. એટલે આ દિવસે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાથી અને તેના પછીના દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પરંપરા છે. આ વખતે પંચાંગ ભેદ હોવાથી શરદ પૂનમની તારીખને લઈને દેશમાં અનેક જગ્યાએ મતભેદ છે. થોડા કેલેન્ડરમાં 19 અને થોડા પંચાંગ પ્રમાણે 20 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ પર્વ ઊજવવામાં આવે છે.

જ્યોતીષ વિદ્વાનોનો મત પ્રમાણે 20 ઓક્ટોબરે શરદ પૂનમ-
બીએચયૂ, જ્યોતિષ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રો. વિનય કુમાર પાંડેના જણાવ્યા પ્રમાણે જ્યારે આસો મહિનાની પૂનમ 2 દિવસ હોય તો બીજા દિવસે શરદ પૂનમ ઊજવવામાં આવે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે તિથિ ભેદની સ્થિતિમાં જ્યારે પૂનમ અને એકમ એક જ દિવસે હોય ત્યારે શરદ પૂનમ પર્વ ઊજવવામાં આવે છે. વ્રત અને પર્વની તિથિ નક્કી કરનાર ગ્રંથ નિર્ણય સિંધુમા પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.

કાશી વિદ્વત પરિષદના મંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે પૂનમ તિથિ 19 ઓક્ટોબર, મંગળવારે સાંજે 6.45 થી શરૂ થશે અને બુધવારે સાંજે 7.37 સુધી રહેશે. એટલે આસો મહિનામાં શરદ પૂનમ પર્વ 20 ઓક્ટોબરના રોજ ઊજવવામાં આવશે. આ દિવસે સવારે સ્નાન-દાન અને પૂજા-પાઠ કરવામાં આવશે અને રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખવામાં આવશે.

માન્યતાઃ શરદ પૂનમના દિવસે જ સોમરસ બનતો હતો, આ રાતે ચંદ્રના કિરણોને રાવણ પોતાની નાભિમાં લેતો હતો
માન્યતાઃ શરદ પૂનમના દિવસે જ સોમરસ બનતો હતો, આ રાતે ચંદ્રના કિરણોને રાવણ પોતાની નાભિમાં લેતો હતો

શરદ પૂનમના દિવસે દીપદાનની પરંપરા-
શરદ પૂનમના દિવસે ઐરાવત ઉપર બેઠેલાં ઈન્દ્ર અને મહાલક્ષ્મીની પૂજા કરવાથી દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે વ્રત કે ઉપવાસ પણ કરવો જોઈએ અને કાંસના વાસણમાં ઘી રાખીને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. આ પર્વમાં દીપદાન કરવાની પરંપરા પણ છે. રાતે ઘીનો દીવો પ્રગટાવીને મંદિર, બગીચા અને ઘરમાં રાખો. સાથે જ તુલસી અને પીપળાના ઝાડ નીચે પણ રાખો. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપનો દોષ ઓછો થઈ જાય છે.

માન્યતાઃ શરદ પૂનમના દિવસે જ સોમરસ બનતો હતો-
શરદ પૂનમના દિવસે ઔષધીઓની તાકત વધી જાય છે. માન્યતા છે કે આ રાતે ચંદ્રના પ્રકાશમાં જ સોમલતા નામની ઔષધીનો અર્ક કાઢીને રસ બનાવવામાં આવતો હતો જેને સોમરસ કહેવામાં આવે છે. આ રસને દેવતાઓ ગ્રહણ કરતા હતાં. જેથી અમૃત તત્વ અને દેવતાઓની શક્તિ વધતી હતી. એવું પણ કહેવામાં આવે છે કે લંકાપતિ રાવણ શરદ પૂનમની રાતે ચંદ્રના કિરણોને પોતાની નાભિમાં ગ્રહણ કરતા હતાં. આવું કરવાથી તેને પુનર્યોવન શક્તિ મળતી હતી. એટલે તેની તાકાત વધી જતી હતી.