• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • On September 25 Sarvapitru Amasa, If There Is No Son, Family Members And Women Can Also Perform Shraddha, Panch Mahabali Is Of Special Importance On This Day.

25 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધ:સર્વપિતૃ અમાસે પુત્ર ન હોય તો પરિવારના લોકો અને મહિલાઓ પણ શ્રાદ્ધ કરી શકે છે, આ દિવસે પંચ મહાબલિનું ખાસ મહત્ત્વ છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચ મહાબલિનો અર્થ ગૌ બલિ, શ્વાન (કાગબલિ), દેવબવિ (બ્રાહ્મણ) અને પીપ્લિકા (કીડી)બલિ છે. બલિ એટલે ભોજન આપવાનું રહે છે
  • પૌરાણિક માન્યતાઃ કાગડાને ભોજન ખવડાવવાથી પિતૃઓને ભોજન મળે છે

25 સપ્ટેમ્બરના રોજ સર્વપિતૃ અમાસ રહેશે. આ દરમિયાન પિતૃઓ માટે પિંડદાન, તર્પણ અને પંચબલિ કરવાની પરંપરા છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ કર્મનો પહેલો અધિકાર પુત્રનો હોય છે. પરંતુ પુત્ર ન હોય તો પરિવારના અન્ય લોકોમાંથી કોઈને અધિકાર મળે છે. પરિવારનો કોઈ સભ્ય ન હોય તો સંબંધીઓ, પુરોહિત અથવા કુળગુરુ દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે.

ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહિલાઓ પણ શ્રાદ્ધ કરી શકે છે. માર્કંડેય પુરાણ અને વાલ્મીકિ રામાયણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્વાનોએ પણ જણાવ્યું છે કે પરિવારમાં પુરૂષ ન હોય તો તેના માટે મહિલાઓ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે.

એકથી વધારે દીકરા હોય તો સૌથી મોટો દીકરો જ શ્રાદ્ધ કરી શકે છે
એકથી વધારે દીકરા હોય તો સૌથી મોટો દીકરો જ શ્રાદ્ધ કરી શકે છે

પુત્રને પિંડદાનનો પહેલો અધિકાર
ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નરકમાંથી મુક્તિ પુત્ર દ્વારા જ મળે છે. એટલે પુત્રને જ શ્રાદ્ધ અને પિંડદાન કરવાનો પહેલો અધિકાર હોય છે. પુત્ર ન હોય તો પરિવારના અન્ય લોકો કે સંબંધીઓ પણ શ્રાદ્ધ કરી શકે છે.

  • પિતાનું શ્રાદ્ધ દીકરા દ્વારા થવું જોઈએ.
  • દીકરો ન હોય તો પત્ની શ્રાદ્ધ કરી શકે છે.
  • પત્ની ન હોય તો સગો ભાઈ અથવા કુળના લોકો પણ શ્રાદ્ધ કરી શકે છે.
  • એકથી વધારે દીકરા હોય તો સૌથી મોટો દીકરો જ શ્રાદ્ધ કરી શકે છે.
  • દીકરીનો પતિ અને દોહત્ર પણ શ્રાદ્ધના અધિકારી છે.
  • દીકરો ન હોય તો પૌત્ર કે પ્રપૌત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે.
  • દીકરો, પૌત્ર, પ્રપૌત્ર ન હોય તો વિધવા સ્ત્રી શ્રાદ્ધ કરી શકે છે.
  • પત્ની ત્યારે જ શ્રાદ્ધ કરી શકે છે, જ્યારે કોઈ પુત્ર ન હોય.
  • દીકરો કે પૌત્ર ન હોય તો ભત્રીજો પણ શ્રાદ્ધ કરી શકે છે.
  • દત્તક લીધેલો પુત્ર પણ શ્રાદ્ધનો અધિકારી હોય છે.
  • કોઈ ન હોય તો રાજાને તેના ધનથી શ્રાદ્ધ કરવાનું વિધાન છે.

કાગડાને ભોજન કરાવવાની પરંપરા
શ્રાદ્ધ પક્ષમાં કાગડાને બોલાવીને તેને શ્રાદ્ધનું ભોજન ખવડાવવામાં આવે છે. તેનું એક કારણ એવું પણ છે કે પુરાણોએ કાગડાને દેવપુત્ર માન્યા છે. એક કથા પ્રમાણે, ઇન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલાં કાગડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રેતાયુગની ઘટના પ્રમાણે જયંતે કાગડાનું સ્વરૂપ ધારણ કરીને માતા સીતાને ઘાયલ કર્યા હતાં. ત્યારે ભગવાન શ્રીરામજીએ તણખલાને બ્રહ્માસ્ત્ર બનાવીને જયંતની એક આંખને ઈજાગ્રસ્ત કરી હતી. જયંતે તેમના કામ માટે માફી માગી ત્યારે રામજીએ વરદાન આપ્યું કે તમને અર્પણ કરેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી શ્રાદ્ધમાં કાગડાને ભોજન કરાવવાની પરંપરા ચાલી રહી છે.

પિતૃ પક્ષમાં કરવામાં આવેલ શ્રાદ્ધ અને શ્રદ્ધા પ્રમાણે આપવામાં આવેલ દાનથી પિતૃઓ સંતુષ્ટ થાય છે
પિતૃ પક્ષમાં કરવામાં આવેલ શ્રાદ્ધ અને શ્રદ્ધા પ્રમાણે આપવામાં આવેલ દાનથી પિતૃઓ સંતુષ્ટ થાય છે

પિતૃઓ દાન અને તર્પણથી સંતુષ્ટ થાય છે
શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલ પિતૃ તર્પણ પિતૃઓને એક વર્ષ સુધી સંતુષ્ટ કરે છે. વાયુ, ગરૂડ અને અન્ય પુરાણોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં કરવામાં આવેલ શ્રાદ્ધ અને શ્રદ્ધા પ્રમાણે આપવામાં આવેલ દાનથી પિતૃઓ સંતુષ્ટ થાય છે સાથે જ શ્રાદ્ધ કરનાર લોકોને શારીરિક, માનસિક, પારિવારિક અને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.

પિતૃપક્ષમાં પંચબલિ ખાસ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને આપેલું તર્પણ જીવનમાં કાલસર્પ દોષ જેવી સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે. આ દરમિયાન પંચ મહાબલિ આપવી ખૂબ જ ફાયદાકારક હોય છે. પંચ મહાબલિનો અર્થ ગૌ બલિ, શ્વાન (કાગબલિ), દેવબવિ (બ્રાહ્મણ) અને પીપ્લિકા (કીડી)બલિ છે. બલિ એટલે ભોજન આપવાનું રહે છે