તિથિ-તહેવાર:27મીએ જેઠ મહિનાના વદ પક્ષની સંકષ્ટી ચોથ, આ દિવસે ગણેશજીના કૃષ્ણપિંગાક્ષ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ પુરાણ પ્રમાણે જેઠ મહિનાના વદ પક્ષની ચોથના દિવસે પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે

સંકષ્ટી ચોથ ભગવાન ગણેશને સમર્પિત છે. હિંદુ પંચાંગ પ્રમાણે દર મહિને બે ચોથ આવે છે. પૂર્ણિમા પછી આવતી વદ પક્ષની ચોથને સંકષ્ટી ચોથ કહેવામાં આવે છે. આ વખતે આ વ્રત રવિવાર, 27 જૂનના રોજ કરવામાં આવી રહ્યું છે. આ દિવસે ભગવાન ગણેશના કૃષ્ણપિંગાક્ષ સ્વરૂપની પૂજા અને ચંદ્ર દેવતાને અર્ઘ્ય આપીને તેમની ઉપાસના કરવાનું વિધાન છે. આવું કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે.

ગણેશ પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ-
ગણેશ પુરાણમાં જેઠ મહિનાની સંકટ ચોથ વ્રત અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે અષાઢ મહિનાના વદ પક્ષની ચોથ તિથિએ ભગવાન ગણેશજીની પૂજા અને વ્રત કરવા જોઈએ અને આ વ્રતમાં ગણેશજીના કૃષ્ણપિંગાક્ષ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે.

કૃષ્ણપિંગાક્ષ સ્વરૂપ કેવું હોય છેઃ-
આ નામ કૃષ્ણ પિંગ અને અક્ષ આ બે શબ્દોથી બનેલું છે. તેનો અર્થ કઇંક આ રીતે સમજી શકાય છે. કૃષ્ણ એટલે શ્યામ, પિંગ એટલે ધૂમાડા જેવો રંગ અને અક્ષનો અર્થ થાય છે આંખ. ભગવાન ગણેશનું આ સ્વરૂપ પ્રકૃતિ પૂજા માટે પ્રેરિત છે. શ્યામ પૃથ્વીના સંદર્ભમા છે, ધૂમ્રવર્ણ એટલે વાદળ. પૃથ્વી અને મેઘ જેમના નેત્ર છે. તે શક્તિ જે ધરતીથી લઇને વાદળ સુધી બધું જ છે, તેને સંપૂર્ણ રીતે જોઈ શકે છે. તે શક્તિ આપણને સતત જીવન આપી રહી છે. તેમને પ્રણામ કરવા જોઈએ.

આ વ્રતનું મહત્ત્વઃ-
ચોથના દિવસે ચંદ્ર દર્શનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચંદ્રોદય પછી જ વ્રત પૂર્ણ થાય છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેમને બાળકોને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. અપયશ કે બદનામીના યોગ દૂર થાય છે. દરેક પ્રકારના કાર્યોના વિઘ્નો દૂર થાય છે. ધન તથા દેવાને લગતી સમસ્યાઓનું સમાધાન થાય છે.