શનિવારે પિતૃપક્ષની એકાદશી:આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રાદ્ધથી પિતૃઓને તૃપ્તિ મળે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દિરા એકાદશીએ તુલસી અને ગંગાજળથી તર્પણ કરવાનું ખાસ મહત્ત્વ છે, આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજાનું પણ વિધાન છે

ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી તિથિ 2 ઓક્ટોબરના રોજ રહેશે. તેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. આ તિથિ શ્રાદ્ધ પક્ષમાં આવતી હોવાથી વધારે ખાસ માનવામાં આવે છે. આ દિવસે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા અને વ્રત રાખવાનું પણ વિધાન છે.

એકાદશીના સ્વામી અને પિતૃઓના દેવતા વિશ્વદેવ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે એકાદશી તિથિના સ્વામી વિશ્વદેવ છે. જે પિતૃઓના પણ દેવતા છે. એટલે એકાદશી તિથિએ કરવામાં આવતું શ્રાદ્ધ અનેકગણું પુણ્ય આપનાર અને પિતૃઓને સંપૂર્ણ રીતે તૃપ્ત કરનાર હોય છે. તેમણે જણાવ્યું કે ઉપનિષદોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ કારણ છે કે ઇન્દિરા એકાદશીએ તુલસી અને ગંગાજળથી કરવામાં આવેલ તર્પણથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

ઇન્દિરા એકાદશીએ તુલસી અને ગંગાજળથી તર્પણ કરવાનું ખાસ મહત્ત્વ છે, આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજાનું પણ વિધાન છે
ઇન્દિરા એકાદશીએ તુલસી અને ગંગાજળથી તર્પણ કરવાનું ખાસ મહત્ત્વ છે, આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજાનું પણ વિધાન છે

એકાદશીના દિવસે વૃક્ષારોપણનું વિધાન-
ડો. મિશ્ર જણાવે છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. આ પર્વમાં આંબળા, તુલસી, અશોક, ચંદન કે પીપળાનું ઝાડ વાવવાથી ભગવાન વિષ્ણુ સાથે જ પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. તેનાથી કોઈ પૂર્વજ જાણ્યે-અજાણ્યે કરેલાં પોતાના કોઈ પાપના કારણે યમરાજ પાસે સજા ભોગવી રહ્યા હોય તો તેનાથી મુક્તિ મળે છે.

સાત પીઢીના પિતૃઓને તૃપ્તિ-
કાશી વિદ્વત પરિષદના મંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પીઢીના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. પં. દ્વિવેદી જણાવે છે કે જેટલું પુણ્ય કન્યાદાન અને અનેક વર્ષની તપસ્યા કરવાથી મળે છે તેટલું જ પુણ્ય એકમાત્ર ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે.

વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પીઢીના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે
વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પીઢીના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે

વ્રત અને પૂજા વિધિ-

  • આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને પિતૃઓની તૃપ્તિની કામના સાથે સૂર્યને અર્ઘ્ય આપો.
  • ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજા સાથે દાન અને વૃક્ષારોપણનો પણ સંકલ્પ લો.
  • એકાદશીએ ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. પંચામૃતથી ભગવાન શાલિગ્રામનો અભિષેક કરો.
  • પૂજામાં અબીર, ગુલાલ, અક્ષત, જનોઈ, ફૂલ હોવા જોઈએ. તેની સાથે જ તુલસીના પાન પણ ચઢાવો.
  • તુલસી પાન સાથે નૈવેદ્ય ધરાવો અને તે પછી એકાદશીની કથા વાંચીને આરતી કરવી જોઈએ.
  • આ દિવસે પૂજા અને પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
  • પંચામૃત અને પ્રસાદ વહેંચીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી જોઈએ.