દિવાળીના ચાર દિવસ પહેલાં આવતી એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે. એટલે તેને રમા એકાદશી કહેવામાં આવે છે. જે લક્ષ્મીજીનું જ એક નામ છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. પદ્મ પુરાણમાં આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
અનેક જગ્યાએ આ દિવસથી જ લક્ષ્મી પૂજાની શરૂઆત થાય છે અને દિવાળીએ મહાપૂજા કરવામાં આવે છે. આ એકાદશી વ્રતથી બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઈ જાય છે. આ વખતે આ એકાદશી 1 નવેમ્બર, સોમવારે છે. આ વ્રતના પ્રભાવથી બધા પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્ય આપનાર માનવામાં આવે છે.
વ્રત અને પૂજા વિધિ-
તુલસી, આંબળા અને પીપળાના ઝાડની પૂજા-
આ એકાદશીએ તુલસી, આંબળા અને પીપળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. આસો મહિનો હોવાથી આ વ્રતનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. આ દિવસે આ ત્રણ ઝાડની પૂજા કરવાથી અનેક યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે. આ એકાદશીએ દીપદાન પણ કરવામાં આવે છે. આ દિવસે તુલસી, આંબળા અને પીપળાના ઝાડ સહિત મંદિર અને નદી, તળાવના કિનારે દીપદાન કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે.
આ એકાદશીનું મહત્ત્વ-
પુરાણો પ્રમાણે રમા એકાદશી વ્રતથી કામધેનુ અને ચિંતામણિ સમાન ફળ મળે છે. આ વ્રતને કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. આ વ્રતથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પદ્મ પુરાણ પ્રમાણે રમા એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. મૃત્યુ પછી વિષ્ણુ લોક મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.