વૈશાખ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિને નૃસિંહ જયંતી સ્વરૂપમાં ઊજવવામાં આવે છે. ભગવાન શ્રીનૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા માનવામાં આવે છે, પૌરાણિક માન્યતા તથા ધાર્મિક ગ્રંથો પ્રમાણે આ તિથિએ ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નૃસિંહ સ્વરૂપમાં અવતાર લઇને રાક્ષસોના રાજા હિરણ્યકશ્યપને મૃત્યુ આપ્યું હતું. આ કારણે આ દિવસ ભગવાન નૃસિંહની જયંતી તરીકે ઊજવવામાં આવે છે. આ વખતે 25 મે, મંગળવારના રોજ આ તિથિ આવશે.
બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યુ હતુંઃ-
ગ્રંથો પ્રમાણે કશ્યપ નામના ઋષિના બે દીકરા હતાં. પહેલાનું નામ હિરણ્યાક્ષ અને બીજા દિકરાનું નામ હિરણ્યકશ્યપ હતું. બંનેમાં રાક્ષસ ગુણ હતાં. આ કારણે ધરતીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપમાં અવતાર લઇને કશ્યપ ઋષિના દીકરા હિરણ્યાક્ષને મારી નાખ્યો હતો.
ભાઈના મૃત્યુથી દુઃખી અને ગુસ્સે થઈને હિરણ્યકશ્યપે બદલો લેવાનું નક્કી કરી લીધું. તેણે ખૂબ જ આકરી તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરી મનુષ્ય, દેવતા, પક્ષી, પશુ, દિવસ નહીં, રાત નહીં, ધરતી ઉપર નહીં, આકાશમાં નહીં, અસ્ત્રથી નહીં કે શસ્ત્રથી પણ મૃત્યુ પામે નહીં તેવું વરદાન પ્રાપ્ત હતું. આવું વરદાન પ્રાપ્ત કરી લીધા પછી તે પોતાને અમર સમજવા લાગ્યો. તે પછી તેણે ઇન્દ્રનું રાજ્ય છીનવી લીધુ અને દેવતાઓ સાથે જ ઋષિ-મુનીઓને પણ પરેશાન કરવા લાગ્યો. તે ઇચ્છતો હતો કે બધા લોકો તેને જ ભગવાન માને અને તેની પૂજા કરે. તેણે પોતાના રાજ્યમાં ભગવાન વિષ્ણુની પૂજા બંધ કરાવી દીધી હતી.
થાંભલાથી પ્રગટ થયા ભગવાનઃ-
હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ, ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને આવું કરવાથી રોકવા માટે અનેકવાર પરેશાન કર્યો પરંતુ તે વિષ્ણુ પૂજા કરતો રહ્યો હતો. આ કારણે હિરણ્યકશ્યપે પોતાના દીકરાની હત્યા માટે અનેક કોશિશ કરી પરંતુ ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક વખત બચી જતો હતો.
એક દિવસ ગુસ્સામાં હિરણ્યકશ્યપે પ્રહલાદને કહ્યું, ક્યાં છે તારા ભગવાન. સામે બોલાવ. પ્રહલાદે કહ્યું, ભગવાન તો કણ-કણમા છે. ગુસ્સામા હિરણ્યકશ્યપે કહ્યું, સારું તો આ થાંભલામાં છે તારા ભગવાન? પ્રહલાદે કહ્યું હા, આ સાંભળીને હિરણ્યકશ્યે પોતાની ગદાથી થાંભલા ઉપર પ્રહાર કર્યો, ત્યારે જ થાંભલામાથી નૃસિંહ ભગવાન પ્રકટ થયાં અને હિરણ્યકશ્યપને પોતાના સાથળ ઉપર રાખીને તેની છાતિને નખથી ફાડીને તેને મૃત્યુ આપ્યું.
ભગવાન રક્ષ કરે છેઃ-
વૈશાખ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ વિષ્ણુજીના ચોથા અવતાર સ્વરૂપમાં ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે સાથે જ આ દિવસે વ્રત અને ઉપવાસ પણ કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર લોકોને ભગવાનની પૂજા સાથે જ શ્રદ્ધા પ્રમાણે અનાજ, જળ, તલ, કપડા અથવા લોકોની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે વ્રત કરનાર લોકોના દરેક પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.