હરિયાળી ત્રીજ:સુખ અને સમૃદ્ધિ આપનાર 3 ખાસ યોગમાં મહિલાઓ ત્રીજનું વ્રત રાખશે, પાર્વતીજી સાથે જ પીપળા અને વડના ઝાડની પૂજા કરશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ મહિના દરમિયાન રવિવારનો દિવસ હરિયાળી ત્રીજ હોવાથી ખાસ રહેશે. આ વખતે આ ત્રીજ ત્રણ ખાસ યોગમાં ઉજવાશે, જે સુખ-સમૃદ્ધિદાયી રહેશે. આ દિવસે મહિલાઓ પતિની લાંબી ઉંમરની કામના સાથે વ્રત રાખીને માતા પાર્વતી, સ્વર્ણા ગૌરી, પીપળો અને વડના ઝાડની પૂજા કરશે. અનેક જગ્યાએ ઝાડ-છોડ પણ વાવવામાં આવશે. ત્યાં જ, મંદિર અને ઘરમાં હિંડોળા ઉત્સવમાં ભગવાનને ઝૂલાવવામાં આવશે.

શુભ સંયોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે ત્રીજના દિવસે બુધાદિત્ય, વરીયાન અને રવિયોગ રહેશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતાં વ્રત, ઉપવાસ, પૂજા અને દાનનું અનેકગણું શુભફળ મળે છે. આ દિવસે મહિલાઓ લીલા વસ્ત્ર અને લીલી બંગડી પહેરવાની સાથે જ મહેંદી લગાવે છે.

હરિયાળી ત્રીજ સાથે જોડાયેલી આસ્થા
સૌંદર્ય અને પ્રેમનો આ પર્વ ભગવાન શિવ-પાર્વતીના મિલન તરીકે ઊજવવામાં આવે છે. ચારેય બાજુ હરિયાળી હોવાના કારણે તેને હરિયાળી તીજ કહેવામાં આવે છે. આ અવસરે મહિલાઓ હીચકા ખાય છે, ગીત ગાય છે અને આનંદ માણે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાથી સંકટ દૂર થાય છે અને પરિણીત મહિલાઓને પતિની લાંબી ઉંમરના આશીર્વાદ પણ મળે છે.

આ દિવસે શિવ-પાર્વતીની પૂજા સાથે વૃક્ષ-છોડ વાવવાની પરંપરા
આ દિવસે શિવ-પાર્વતીની પૂજા સાથે વૃક્ષ-છોડ વાવવાની પરંપરા

માતા પાર્વતીની ખાસ પૂજા થાય છે
પંડિતો પ્રમાણે મહિલાઓએ માતા પાર્વતીની પૂજા કરતી સમયે ૐ ઉમાય નમઃ, ૐ પાર્વત્યે નમઃ, ૐ જગદ્ધાત્રૈ નમઃ, ૐ શાંતિ રૂપાય નમઃ અને શિવ પૂજન દરમિયાન ૐ નમઃ શિવાય, ૐ હરાય નમઃ, ૐ મહેશ્વરાય નમઃ, ૐ શામ્ભવે નમઃ, ૐ શૂલ પાણાયે નમઃ અને ૐ મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરો. માતા પાર્વતી પાસે સુહાગના દીર્ઘાયુ થવા અને શિવ પાસેથી જગત કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ.

પિયરથી ફળ-મીઠાઈ આવે છે
આ દિવસે મહિલાઓ દિવસભર ઉપવાસ રાખે છે અને પતિ સહિત દરેક ઘર માટે સુખ, સમૃદ્ધિની કામના કરે છે. મહિલા સાસરે હોય તો પિયરથી તેમના માટે કપડા, ઘરેણાં, શ્રૃંગારનો સામાન, મહેંદી, મીઠાઈ અને ફળ વગેરે મોકલવામાં આવે છે.

પતિની લાંબી ઉંમરની કામના સાથે ત્રીજ અમાવસ્યાના દિવસે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે
પતિની લાંબી ઉંમરની કામના સાથે ત્રીજ અમાવસ્યાના દિવસે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે

પતિની લાંબી ઉંમર માટે પાણી પીધા વિના વ્રત
હરિયાળી ત્રીજનો નિયમ છે કે ગુસ્સાને મનમાં આવવા દેશો નહીં. આ દિવસે પરિણીત મહિલાઓએ પિયરથી આવેલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ, સાથે જ શ્રૃંગારમાં પણ ત્યાંથી જ આવેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. માન્યતા છે કે જે કુંવારી કન્યાઓ આ વ્રત રાખે છે તેમના લગ્નમાં આવતા વિઘ્નો દૂર થાય છે. આ દિવસે પતિ કે થનાર પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખવામાં આવે છે. વ્રત દરમિયાન સોળ શ્રૃંગાર કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. હાથમાં નવી બંગડીઓ, મહેંદી અને પગમાં અલતો લગાવવામાં આવે છે.

શ્રીકૃષ્ણ અને રાધા દેવીનો શ્રૃંગાર
આ પર્વમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા દેવીના શ્રૃંગાર કરવાની પરંપરા છે. ભગવાનને શ્રાવણ પ્રમાણે લીલા કપડાં પહેરાવવામાં આવે છે. તુલસીની માળા અને ચંદનથી શ્રૃંગાર કરવામાં આવે છે. રાધા દેવીને શ્રૃંગારનો સામાન ચઢાવવામાં આવે છે. દેવી-દેવતાને ફૂલોથી બનાવેલ ઝૂલો પણ ઝૂલવવામાં આવે છે. પછી આ વાતાવરણ પ્રમાણે ખાસ ભોગ ધરાવીને ભજન ગાવામાં આવે છે.