તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • On Ganga Saptami 18, Due To Pandemic, Take A Bath By Mixing Ganga Water In The Water At Home, It Will Also Give Merit Like River Bathing.

18મીએ ગંગા સાતમ:મહામારીના કારણે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો, આવું કરવાથી નદી સ્નાન જેટલું પુણ્ય મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારીના કારણે આ દિવસે દાનનો સંકલ્પ લેવો જોઈએ, પરિસ્થિતિ સુધરી ગયા પછી દાન કરવાથી તેનું પુણ્ય ફળ મળશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ ગંગા સાતમ ઊજવવામાં આવે છે. જે આ વખતે 18 મેના રોજ છે. આ પર્વમાં ગંગા પૂજા, સ્નાન અને દાનની પરંપરા છે. આ દિવસે કરવામાં આવતા જળ દાનથી સોનાના દાન અને અનેક યજ્ઞ કરવા જેટલું ફળ મળી શકે છે. આ પર્વમાં ઘરમાં જ ગંગાજળની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ ઉપર પણ ગંગાજળ ચઢાવવું જોઈએ.

ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરોઃ-
પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ગંગા સાતમમાં મહામારીના કારણે ગંગા ઘાટ જવાથી બચવું અને ઘરમાં જ ગંગાજળથી સ્નાન કરવું. તે પછી દાનનો સંકલ્પ લઈને દાન કરવાની વસ્તુઓ અલગ રાખી લો. સ્થિતિ સામાન્ય થઈ જાય ત્યારે દાન કરવું.

મહર્ષિ જહ્નુએ તપના બળથી ગંગાનું સેવન કરી લીધું હતુંઃ-
ગંગા સાતમ પર્વ માટે કથા છે કે મહર્ષિ જહ્નુ તપસ્યા કરી રહ્યા હતાં. ત્યારે ગંગા નદીના પાણીનો અવાજ સતત તેમનું ધ્યાન ભટકાવી રહ્યો હતો. એટલે તેમણે ગુસ્સામા આવીને પોતાના તપના બળથી ગંગાનું સેવન કરી લીધું હતું. પરંતુ તે પછી તેમણે પોતાના જમણાં કાનથી ગંગાને પૃથ્વી ઉપર છોડી દીધી હતી. એટલે આ દિવસને ગંગા પ્રાકટ્યનો દિવસ પણ માનવામાં આવે છે. ત્યારથી જ ગંગાનું નામ જાહ્નવી પડ્યું.

ગંગાજળના થોડા ટીપા પીવા અને તેને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી મળતા પુણ્યની કલ્પના પણ કરી શકાતી નથી
ગંગાજળના થોડા ટીપા પીવા અને તેને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી મળતા પુણ્યની કલ્પના પણ કરી શકાતી નથી

ગંગા સ્નાન કરવાથી 10 પ્રકારના પાપ નાશ પામે છેઃ-
ગંગા દશેરાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે તથા અનંત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ, એવું ન કરી શકો તો ઘરમાં જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. ગંગા સ્નાન કરવાથી 10 પ્રકારના પાપ દૂર થઈ શકે છે.

સ્મૃતિગ્રંથમાં દસ પ્રકારના પાપ ઉલ્લેખવામા આવ્યા છે. કાયિક, વાચિક અને માનસિક. તેના પ્રમાણે કોઇ અન્યની વસ્તુ લેવી, શાસ્ત્ર વર્જિત હિંસા, પરસ્ત્ર ગમન આ ત્રણ પ્રકારના કાયિક એટલે શારીરિક પાપ છે. ખોટું બોલવું, અસત્ય ભાષણ, પરોક્ષમાં એટલે પીઠ પાછળ કોઈની નિંદા કરવી, ખરાબ વાતો કરવી આ ચાર પ્રકારના પાપ વાચિક પાપ છે. આ સિવાય પરદ્રવ્યને અન્યાયથી લેવાનો વિચાર કરવો, મનમાં કોઇનું ખરાબ કરવાની ઇચ્છા રાખવી, ખોટી જિદ્દ કરવી આ ત્રણ પ્રકારના પાપ માનસિક પાપ છે.

શ્રીમદ ભાગવત ગીતામાં ગંગાઃ-
શ્રીમદ ભાગવત ગીતા ગંગાનો મહિમા જણાવતા શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે જ્યારે શરીરની રાખ ગંગાજળમાં મિક્સ થવાથી રાજા સગરના પુત્રોને મોક્ષ મળી ગયો હતો ત્યારે ગંગાજળના થોડા ટીપા પીવા અને તેને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી મળતા પુણ્યની કલ્પના પણ કરી શકાતી નથી. એટલે વૈશાખ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ ગંગા સ્નાન, અનાજ અને કપડાનું દાન, જાપ-તપ અને ઉપવાસ કરવામાં આવે તો દરેક પ્રકારના પાપ દૂર થાય છે.