કારતક પૂનમ:'દેવ દિવાળી'નું મહત્ત્વ અને શુભ મુહૂર્ત, આ દિવસે બધા જ દેવી-દેવતાઓ કાશીમાં આવીને ઉત્સવ ઉજવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે દેવી-દેવતાઓએ ત્રિપુરાસુરના વધનો ઉત્સવ ઉજવ્યો હતો
  • આ દિવસે કાશીના ગંગા ધાટમાં ખાસ પૂજાનું આયોજન થાય છે

હિન્દુ ધર્મમાં પૂનમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કારતક મહિનામાં સુદ પક્ષમાં આવતી પૂનમનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસને લોકો દેવ દિવાળીના તરીકે ઉજવે છે. ખાસ કરીને વારાણસીમાં આ તહેવારની અલગ જ છટા જોવા મળે છે. દિવાળીના 15 દિવસ પછી પૂનમના દિવસ પછી દેવ દિવાળીનું પર્વ ઊજવવામાં આવે છે. આ વર્ષે 19 નવેમ્બર, શુક્રવારના રોજ આ તહેવાર રહેશે.

ભગવાન શિવ ધરતી પર આવે છે
આ દિવસે વારાણસીમાં ગંગા અને શિવજીની આરાધના કરવામાં આવે છે. આ અવસરે ગંગા ઘાટ ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારને ઘણાં ઉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. આ દિવસે પૂજાનું ખાસ મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે એક દાનવનો વધ કર્યો હતો અને જેને માર્યા પછી દેવતાઓએ વિજય દિવસ ઉજવ્યો હતો અને દીવાઓ પ્રગટાવીને ખુશી જાહેર કરી હતી. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ ધરતી પર આવે છે.

ત્રિપુરાસુરનો વધ કર્યો હતો
કાશીમાં દેવ દિવાળી ઉજવવા પાછળ એક પૌરાણિક કથા છે. કથા પ્રમાણે ત્રિપુરાસુરે દેવતાઓને સ્વર્ગ લોકમાંથી બહાર કાઢ્યાં હતાં. બધા દેવતાઓ ત્રિપુરાસુરથી પરેશાન થઈને બચવા માટે ભગવાન શિવની શરણમાં ગયાં હતાં. દેવતાઓનું કષ્ટ દૂર કરવા માટે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. ભગવાન શિવજીએ જે દિવસે આ રાક્ષસનો વધ કર્યો એ દિવસે કારતક શુક્લ પક્ષની પૂનમ હતી. દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી જાહેર કરતાં શિવની નગરી કાશીમાં દીવાઓનું દાન કર્યું. કહેવાય છે કે કાશીમાં કારતક પૂનમના દિવસે દેવ-દિવાળી ઊજવવાની પરંપરા શરૂ થઈ હતી. શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી-દેવતા પૃથ્વી પર આવે છે. આ દિવસે પૂજા-પાઠ કરવાથી લાંબી ઉંમર અને હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.