શુક્રવારે 6 જાન્યુઆરીએ પોષ માસની પૂનમ છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાને પણ પર્વની જેમ માનવામાં આવે છે. આ તિથિ સાથે જોડાયેલી અનેક પરંપરાઓ છે, જેનું પાલન કરવાથી ધર્મલાભની સાથે જ સ્વાસ્થ્યલાભ પણ મળે છે. ધર્મ-કર્મથી નકારાત્મક વિચારો સમાપ્ત થાય છે અને મન શાંત થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો પૂનમ સાથે જોડાયેલી એવી જ પરંપરાઓ જે પ્રાચીન કાળથી જ પ્રસિદ્ધ છે....
પૂર્ણિમા પર કરો તીર્થ દર્શન અને નદી સ્નાન
આ પર્વ પર તીર્થ દર્શન અને નદી સ્નાન કરવાની પરંપરાનું પાલન ઘણા બધા લોકો કરે છે. એટલા માટે ગંગા, યમુના, શિપ્રા, નર્મદા, અલકનંદા સહિત દેશની બધી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. તેની સાથે જ પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરોમાં પણ દર્શન કરવા જોઈએ. પૌરાણિક મંદિર જેવા કે 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠ, ચારધામ વગેરે.
જરૂરિયાતમંદ લોકોને જરૂરી વસ્તુનું દાન કરો
હાલ ઠંડીનો સમય છે. આ દિવસોમાં ઊની વસ્ત્રોનું દાન કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને અનાજ, જૂતા-ચપ્પલ, કપડાં અને ધનનું દાન કરો. જો શક્ય હોય તો કોઈ વ્યક્તિને ઘરમાં બેસાડીને ભોજન કરાવો કે ઘરની બહાર ભોજનનું દાન કરો.
ભગવાન સત્યનારાયણની કથા વાંચો અને સાંભળો
પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા વાંચવા અને સાંભળવાની પરંપરા ઘણી વધુ પ્રચલિત છે. સત્યનારાયણ વિષ્ણુજીનું જ એક સ્વરૂપ છે. સ્કંદ પુરાણના રેવાખંડમાં તેમની કથા છે. કથા પાંચ અધ્યાયોમાં છે, 170 શ્લોક છે અને બે વિષય છે. એક વિષય છે સંકલ્પ ન ભૂલવો અને બીજો છે પ્રસાદનું અપમાન ન કરવું. સત્યનારાયણ કથામાં બતાવવામાં આવ્યું છે કે હંમેશા સત્ય બોલો અને ભગવાનના પ્રસાદનો અનાદર ન કરો. કથાની આ વાતોને પોતાના જીવનમાં ઊતારવાનો પ્રયાસ કરવો જોઈએ.
ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરો.
પૂનમ તિથિએ વિષ્ણુજી અને મહાલક્ષ્મીનો અભિષેક ખાસ કરીને કરવો જોઈએ. અભિષેક દક્ષિણાવર્તી શંખથી કરશો તો વધુ સારું રહેશે. અભિષેક કર્યા પછી ભગવાનને નવા વસ્ત્ર પહેરાવો, ફૂલોથી શણગાર કરો. ધૂપ-દીપ પ્રગટાવો. ऊँ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરો. મિઠાઈનો ભોગ લગાવો. આરતી કરો.
હનુમાનજીની સાથે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો
પૂર્ણિમાની સાંજે ચંદ્રોદય થયા પછી હનુમાનજીની પૂજા કરો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે ઈચ્છો તો ऊँ रामदूताय नम: મંત્રનો જાપ કરી શકો છો. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વાર જરૂર કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.