તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • On Devshayani Ekadashi, On July 20, Lord Vishnu Will Be In Yoga Nidra For Four Months, There Will Be A Stop On Demanding Works.

20 જુલાઈએ દેવપોઢી એકાદશી:ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં રહેશે, હવે માંગલિક કાર્યો થઈ શકશે નહીં

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાતુર્માસમાં લગ્ન, મુંડન, જનોઈ જેવા માંગલિક સંસ્કારો થઈ શકશે નહીં, નવેમ્બરમાં દેવઊઠી એકાદશીએ ફરી માંગલિક કાર્યો શરૂ થશે

અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી 20 જુલાઈના રોજ છે. જેને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રા માટે જતાં રહેશે. તેઓ ચાર મહિના સુધી નિદ્રામાં રહેશે. આ ચાર મહિનામાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને જનોઈ જેવા માંગલિક સંસ્કાર વર્જિત માનવામાં આવે છે

દેવપોઢી એકાદશીથી લઈને દેવઊઠી એકાદશી સુધી એટલે આવતા 4 મહિના સુધી શુભ કામ થઈ શકશે નહીં. આ કાળને ચાતુર્માસ કહેવામાં આવે છે. હિંદુ પૌરાણિક ગ્રંથો પ્રમાણે દેવપોઢી એકાદશીનું મોટું ધાર્મિક મહત્ત્વ છે. પ્રચલિત માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુ સૃષ્ટિના સંચાલનનો કાર્યભાર 4 મહિના માટે મહાદેવને સોંપે છે. એટલે મંદિરો અને ધર્મ સ્થાનોમાં દેવપોઢી એકાદશીએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.

મંદિરો અને ધર્મ સ્થાનોમાં દેવપોઢી એકાદશીએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે
મંદિરો અને ધર્મ સ્થાનોમાં દેવપોઢી એકાદશીએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે

એકાદશી વ્રતોપાસનાથી જીવાત્માની શુદ્ધિ થાય છેઃ-
એકાદશી વ્રતનો ઉલ્લેખ પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણમાં પણ મળે છે. સનાતન ધર્મ પ્રમાણે 1 વર્ષમાં 24 એકાદશી આવે છે. ધર્મશાસ્ત્રો તથા પુરાણોક્ત ઋષિ વચનો પ્રમાણે દરેક એકાદશીના વિવિધ નિયમ અને ફળ છે. છતાંય શાસ્ત્રોક્ત રીતે એકાદશીનું વ્રત તથા પારણા કરનાર વ્રતકર્તા પ્રાણી માટે ચાર પુરૂષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષ સહજ થઈ જાય છે. હિંદુ ધર્મ શાસ્ત્રો અને ઋષિ પરંપરા પ્રમાણે માનવ યોની 84 લાખ યોનિઓમાંથી સૌથી મોટી કર્મ પ્રધાન યોની છે. એકાદશી વ્રતને સંકલ્પપૂર્વક પૂર્ણ કરી અને દેવો પ્રત્યે સાચી નિષ્ઠા રાખવાથી જીવાત્માની શુદ્ધિ થાય છે.

એકાદશીનું વ્રત તથા પારણા કરનાર વ્રતકર્તા પ્રાણી માટે ચાર પુરૂષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષ સહજ થઈ જાય છે
એકાદશીનું વ્રત તથા પારણા કરનાર વ્રતકર્તા પ્રાણી માટે ચાર પુરૂષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષ સહજ થઈ જાય છે

વામન અવતાર સાથે દેવપોઢી એકાદશી જોડાયેલી છેઃ-
દેવપોઢી એકાદશી વામન અવતાર સાથે જોડાયેલી છે. દૈત્યરાજ બલિએ ઇન્દ્રને પરાજિત કરીને સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર કરી લીધો હતો. તેનાથી બધા દેવતા અને રાજા બલિની માતા અદિતિ દુઃખી થયા અને પોતાના પુત્રના ઉદ્ધાર માટે ભગવાન વિષ્ણુની આરાધના કરીને વરદાન માગવા લાગ્યાં. ત્યારે વિષ્ણુજીએ વરદાન આપ્યું કે હું તમારા ગર્ભથી વામન અવતાર લઈને દેવરાજ ઇન્દ્રને ફરી સ્વર્ગની સત્તા અપાવીશ અને રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ.

રાજા બલિના અશ્વમેઘ યજ્ઞમાં વામન દેવતા હાજર થયાં. તેમના આ અવતાર અંગે શુક્રાચાર્ય સમજી ગયા અને બલિને સાવધાન પણ કર્યો પરંતુ પ્રભુની લીલા અપરંપરા છે, વામન દેવતાએ દાનમાં ત્રણ પગ જમીન માગી. વિષ્ણુએ વામન અવતારમાં પોતાના વિરાટ સ્વરૂપથી તે સમયે એક પગ ભૂ-મંડળ, બીજો સ્વર્ગલોક અને ત્રીજા પગ રાખતી સમયે રાજા બલિને પૂછ્યુ કે આ દાનમાં એક પગ માટે સ્થાન જ નથી. તો હવે તેને ક્યાં રાખું.

પ્રભુની લીલાને જોતા રાજા બલિએ કહ્યું કે પ્રભુ હવે તો મારું મસ્તક છે. અહીં જ રાખી દો, જેથી તે રસાતળ પાતાળ જતો રહ્યો અને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં તેને કહ્યું કે દાનિઓમાં તમને સદૈવ યાદ રાખવામાં આવશે અને તમે કળિયુગના અંત સુધી પાતાળના રાજા રહેશો. એટલે રાજા બલિએ પણ પ્રભુ પાસે વરદાન માગ્યુ કે પ્રભુ તમે મારા આ સામ્રાજ્યની રક્ષા માટે મારી સાથે પાતાળ લોકની રક્ષા કરો. ભગવાન વામને તેમને વરદાન આપ્યું. એટલે ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીથી 4 મહિના સુધી પાતાળ લોક ક્ષીરસાગરમાં યોગનિદ્રામા રહીને તેમના રાજ્યની રક્ષા કરે છે.